ITના દરોડા બાદ BBC મામલે EDની એન્ટ્રી, FEMAના ઉલ્લંઘન મામલે આરોપોની તપાસ શરૂ

13 April, 2023 01:35 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

મીડિયા એજન્સી BBC વિરુદ્ધ હવે પ્રવર્તન નિદેશાલય (ED)એ તપાસ શરૂ કરી દીધી છે. ઈડીએ ફૉરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (1999) (FEMA)ના ઉલ્લંઘનના આરોપોમાં તપાસ શરૂ કરી છે.

ફાઈલ તસવીર

BBCના દિલ્હી અને મુંબઈ ઑફિસમાં ફેબ્રુઆરીમાં ઈનકમ ટેક્સના દરોડા પાડ્યા હતા. તપાસ એજન્સીએ ઈન્ટરનેશનલ ટેક્સમાં ગરબડીના આરોપોમાં આ કાર્યવાહી કરી હતી. ઈનકમ ટેક્સની કાર્યવાહીના બાદ EDએ BBC વિરુદ્ધ તપાસ શરૂ કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ઈડીએ બીબીસીના અનેક દસ્તાવેજોની તપાસ કરી છે. એટલું જ નહીં એજન્સી સાથે જોડાયેલા લોકોના નિવેદન પણ નોંધવામાં આવ્યા છે.

ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે BBCના દિલ્હી અને મુંબઈ ઑફિસ પર ત્રણ દિવસ સુધી દરોડા પાડ્યા હતા. આ દરોડા એવા સમયે પાડવામાં આવ્યા હતા, જ્યારે દેશમાં બીબીસીની ગુજરાત રાઈટ્સ પર બનાવેલી ડૉક્યૂમેન્ટ્રી મામલે વિવાદ ખડો થયો હતો. એવામાં કૉંગ્રેસ સહિત તમામ વિપક્ષી દળોએ આ કાર્યવાહીને બીબીસીની ગુજરાત રાઈટ્સ પર બનેલી ડૉક્યૂમેન્ટ્રી સાથે જોડી.

શું છે બીબીસી ડૉક્યૂમેન્ટ્રીનો મામલો?
હકિકતે, તાજેતરમાં જ બીબીસીની એક ડૉક્યૂમેન્ટ્રી આવી હતી. આ ડૉક્યૂમેન્ટ્રી 2002ના ગુજરાત દંગા પર હતી. કેન્દ્ર સરકારે પ્રોપેગેન્ડા જણાવતા કહ્યું કે આ ડૉક્યૂમેન્ટ્રીની સ્ક્રીનિંગ પર સ્ટે મૂકી દેવામાં આવ્યો હતો. ડૉક્યૂમેન્ટ્રીની સ્ક્રીનિંગને લઈને અનેક યૂનિવર્સિટીઓમાં પણ વિવાદ મચ્યો હતો. આને લઈને સુપ્રીમ કૉર્ટમાં પણ અરજીઓ દાખલ થઈ છે. એવામાં વિપક્ષ આયકર વિભાગના દરોડાને બીબીસીની ડૉક્યૂમેન્ટ્રી સાથે જોડીને કેન્દ્ર પર નિશાનો સાધી રહ્યા છે.

આ પણ વાંચો : બીજેપી સરકાર બચાવવા પાણી આવતાં પહેલાં પાળ બાંધી રહી છે?

શું છે ફૉરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ?
વર્ષ 2000માં દેશી મુદ્રા પ્રબંધન અધિનિયમ 2000 (ફેમા) લાવવામાં આવ્યું. તેનો ઉદ્દેશ ભારતમાં વિદેશી પેમેન્ટ અને વેપારને પ્રોત્સાહન આપવાનો, વિદેશી પૂંજી અને નિવેશને દદેશમાં પ્રોત્સાહન આપવાનો છે, જેથી ઔદ્યોગિક વિકાસ અને નિકાસને સારી પ્રગતિ મળી શકે. આ ભારતમાં વિદેશી મુદ્રામાં પ્રોત્સાહનનું કામ કરે છે અને નાગરિકને વિદેશમાં સંપત્તિ અર્જિત કરવાનો સુરક્ષિત વિકલ્પ આપે છે.

national news directorate of enforcement