06 March, 2023 02:31 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
આંદામાન- નિકોબાર દ્વિપ સમૂહના નિકોબાર ક્ષેત્રમાં(Earthquake Today in Nicobar Island) સોમવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા. નેશનલ સેન્ટર ફૉર સીસ્મોલૉજીના (National Center for Seismology) રિપૉર્ટ પ્રમાણે ભૂકંપના આંચકા સવારે લગભગ પાંચ વાગીને 7 મિનિટે અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 5.0 માપવામાં આવી છે. જો કે, અત્યાર સુધી કોઈપણ પ્રકારના નુકસાનની પુષ્ટિ થઈ નથી.
તુર્કી અને સીરિયામાં આવ્યા ભૂકંપે (Turkey-Syria Earthquake) આખા વિશ્વને ડરાવી મૂક્યા છે. લગભગ 50 હજાર લોકોના મોત બાદથી લોકો ભૂકંપને લઈને ગભરાયેલા છે. ભારતના પણ અનેક રાજ્ય ભૂકંપના સૌથી વધારે પ્રભાવિત ક્ષેત્રમાં આવે છે. ભારતીય માનક બ્યૂરોએ દેશના પાંચ અલગ-અલગ ભૂકંપ ઝોનમાં વહેંચાયેલ છે. પાંચમા ઝોનમાં આવનારા વિસ્તારોને સૌથી વધારે જોખમી અને સક્રિય માનવામાં આવે છે. આ ઝોનમાં આવનારા રાજ્યોમાંથી સૌથી વધારે તબાહીની શક્યતા બની રહે છે.
પાંચમા ઝોનમાં અનેક રાજ્ય સામેલ
સૌથી ઓછું જોખમ પહેલા ઝોનમાં હોય છે. પાંચમાં ઝોનમાં જમ્મૂ-કાશ્મીર, હિમાચલનો પશ્ચિમી ભાગ, ગુજરાત કચ્છ, ઉત્તરાખંડનો પૂર્વી વિસ્તાર, ઉત્તરી બિહારનો વિસ્તાર, ભારતના બધા પૂર્વોત્તર રાજ્ય, આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહ સામેલ છે. બીજા ઝૉનમાં રાજસ્થાન, હરિયાણા, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, તેલંગણા અને તામિલનાડુનો કેટલોક ભાગ આવે છે.
આ પણ વાંચો : HBD Janhvi Kapoor:માતા શ્રીદેવીનું આ સપનું પૂરું ન કરી શકી જાહ્નવી? કારણ જાણો
દેશની 11 ટકા જમીનનો ભાગ પાંચમા ઝોનમાં
ચોથા ઝોનમાં લદ્દાખ, હિમાચલ અને ઉત્તરાખંડનો કેટલોક વિસ્તાર, હરિયાણા, પંજાબ, દિલ્હી, ઉત્તર પ્રદેશના ઉત્તરી વિસ્તાર, બિહાર અને પશ્ચિમ બંગાળનો થોડોક ભાગ, ગુજરાત, પશ્ચિમી તટ પાસે મહારાષ્ટ્રનો કેટલોક ભાગ અને પશ્ચિમી રાજસ્થાનનો કેટલોક વિસ્તાર આવે છે. જણાવવાનું કે પાંચમા ઝોનમાં દેશની કુલ જમીનનો 11 ટકા ભાગ આવે છે. તો ચોથા ઝોનમાં 18 ટકા, ત્રીજા અને બીજા ઝોનમાં 30 ટકા જમીન આવે છે.