29 May, 2023 09:54 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, સોમવારે સવારે આસામના તેજપુર નજીક રિક્ટર સ્કેલ પર 4.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો.
એજન્સી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર તેજપુર, આસામ, ભારતના 44 કિમી પશ્ચિમ (W)માં હતું. ભૂકંપ ભારતીય સમય અનુસાર સવારે 8:03 વાગ્યે સપાટીથી 15 કિલોમીટરની ઉંડાઈએ આવ્યો હતો.
આ પહેલા રવિવારે બપોરે જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશ, હરિયાણામાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.9 માપવામાં આવી હતી. ભૂકંપનો આંચકો એટલો જોરદાર હતો કે લોકો ઘરની બહાર નીકળી ગભરાઈને શેરીઓ અને ખુલ્લા વિસ્તારોમાં દોડી આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન સરહદી ક્ષેત્રના 71.17 ડિગ્રી પૂર્વ અને 36.64 ડિગ્રી ઉત્તરમાં જમીનથી 220 કિલોમીટરની ઊંડાઈએ હતું.
આ પણ વાંચો: Coastal Road Tunnel: મુંબઈકર્સ માટે દેશની સૌથી લાંબી દરિયાઈ ટનલ તૈયાર
યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટરે જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનના ફૈઝાબાદથી 70 કિલોમીટર દક્ષિણપૂર્વમાં સવારે 10.19 કલાકે 5.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેની અસર જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં પણ જોવા મળી હતી.