આજે રાત્રે એક કલાક માટે કરજો બત્તી બંધ

23 March, 2024 09:20 AM IST  |  Puri | Gujarati Mid-day Correspondent

પર્યાવરણને બચાવવા માટેની, ક્લાઇમેટ-ચેન્જ સામે લડવા માટેની આ ઝુંબેશમાં ૧૯૦ જેટલા દેશો જોડાઈ રહ્યા છે

તસવીર સૌજન્ય : પીટીઆઇ

પૃથ્વીને બચાવવા માટેના વિશ્વના સૌથી મોટા અભિયાન અંતર્ગત ભારતમાં આજે રાત્રે ૮.૩૦ વાગ્યાથી ૯.૩૦ વાગ્યા સુધી તમામ બિનજરૂરી લાઇટ બંધ કરવાની હાકલ કરવામાં આવી છે.

પર્યાવરણને બચાવવા માટેની, ક્લાઇમેટ-ચેન્જ સામે લડવા માટેની આ ઝુંબેશમાં ૧૯૦ જેટલા દેશો જોડાઈ રહ્યા છે. વિખ્યાત સૅન્ડ-આર્ટિસ્ટ સુદર્શન પટનાઈકે પણ આ અભિયાનના પ્રસાર માટે ઓડિશાના પુરીના દરિયાકાંઠે રેતશિલ્પ બનાવ્યું હતું.

odisha environment national news india