midday

PM મોદીના નિવાસસ્થાન ઉપર ઉડતું ડ્રોન જોવા મળ્યું, પોલીસે તપાસ કરી શરૂ

03 July, 2023 11:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પીએમ મોદી (PM Narendra Modi)ના નિવાસસ્થાન ઉપર ડ્રોન ઉડતું (Flying drone over pm residence)જોવા મળ્યું હતું. નો ફ્લાઈંગ ઝોનમાં ડ્રોન ઉડતું હોવાથી પોલીસે તપાસ શરૂ કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી

આજે સવારે એક મોટા સમાચાર સામે આવ્યા છે. પીએમ મોદી (PM Narendra Modi)ના નિવાસસ્થાન ઉપર ડ્રોન ઉડતું (Flying drone over pm residence)જોવા મળ્યું હતું. આ જોઈને પીએમ (PM Narendra Modi)ની સુરક્ષામાં તૈનાત એસપીજી તરત જ એલર્ટ મોડમાં ગઈ હતી. એસપીજીએ સવારે 5.30 વાગ્યે પોલીસને જાણ કરી હતી. ઘટનાસ્થળે ઉચ્ચ અધિકારી સહિત પોલીસ દળ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. 

આ પછી પોલીસ તપાસમાં લાગી ગઈ હતી. આ ઘટના અંગે પોલીસ લાંબા સમય સુધી પ્રયાસ કરતી રહી, પરંતુ કંઈ થયું નહીં. આ અંગે હજુ તપાસ ચાલી રહી છે. વડા પ્રધાન મોદી (PM Narendra Modi)ના આવાસની આસપાસનો વિસ્તાર નો-ફ્લાઈંગ ઝોન છે. અને આ ડ્રોન નો ફ્લાઈંગ ઝોનમાં ઉડી રહ્યું હતું.  નોંધનીય છે કે પીએમની સુરક્ષા ખૂબ જ કડક છે, તેમના પરિવારના સભ્યો પણ તેમને મળવા માટે સુરક્ષા પ્રક્રિયામાંથી પસાર થાય છે.

આ બંગલો ક્યાં છે?
દેશના વડાપ્રધાનનું સત્તાવાર નિવાસસ્થાન બંગલો નંબર 7 છે, જે લોક કલ્યાણ માર્ગ, લ્યુટિયન ઝોન, દિલ્હી પર સ્થિત છે. હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં રોકાયા છે. અહીં નોંધવું રહ્યું કે વડા પ્રધાનના નિવાસસ્થાનનું સત્તાવાર નામ `પંચવટી` છે. તે 5 બંગલાઓને જોડીને બનાવવામાં આવ્યો છે. આ સરકારી મકાન 12 એકરમાં બનેલું છે. તે વર્ષ 1980 માં બનાવવામાં આવ્યું હતું. આ રહેઠાણમાં 5 બંગલા છે, જેમાં પ્રધાનમંત્રી કાર્યાલય-કમ-નિવાસ વિસ્તાર અને સિક્યોરિટી એસ્ટાબ્લિશમેન્ટનો સમાવેશ થાય છે- જેમાંથી એકમાં સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG) અને બીજું ગેસ્ટ હાઉસ છે. ઉલ્લેખનીય છે કે 7 લોક કલ્યાણ માર્ગ (અગાઉ 7 RCR) માં રહેતા પ્રથમ વડા પ્રધાન રાજીવ ગાંધી હતા. રાજીવ ગાંધી વર્ષ 1984માં આ બંગલામાં આવ્યા હતા.

પોલીસ ડ્રોનને શોધી રહી છે. તમને જણાવી દઈએ કે વડાપ્રધાન આવાસ અને તેની આસપાસનો વિસ્તાર નો ફ્લાઈંગ ઝોનમાં આવે છે. વાસ્તવમાં, સોમવારે સવારે, NDD કંટ્રોલ રૂમને PMના નિવાસસ્થાન પાસે એક અજાણી ઉડતી વસ્તુની માહિતી મળી હતી. આજુબાજુના વિસ્તારોમાં ઘણી શોધખોળ કરવામાં આવી પરંતુ કોઈ વસ્તુ મળી ન હતી. એર ટ્રાફિક કંટ્રોલ રૂમ (ATC)નો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો, તેઓને પણ PMના નિવાસસ્થાન નજીક આવી કોઈ ઉડતી વસ્તુ મળી ન હતી.
 
નવી દિલ્હી જિલ્લાના એડિશનલ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ડો.હેમંત તિવારીએ જણાવ્યું હતું કે વડા પ્રધાનના આવાસની ઉપર નો-ફ્લાઈંગ ઝોનમાં ડ્રોન ઉડતા હોવાની માહિતી મળી હતી. SPGએ સવારે 5:30 વાગ્યે પોલીસનો સંપર્ક કર્યો. હાલ તપાસ ચાલી રહી છે.

 

narendra modi national news new delhi delhi police