11 October, 2024 10:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઘણી ટ્રકો પાછળ ‘Ok TATA - ઓકે તાતા’ અથવા ‘ઓકે હૉર્ન પ્લીઝ’ જેવું લખેલું જોવા મળતું હોય છે, એની પાછળ પણ એક રસપ્રદ વાત છુપાયેલી છે.
‘ઓકે તાતા’ ટ્રક પાછળ લખવાનું કારણ એ હતું કે એના કારણે એ ટ્રક તાતાની છે અને કંપની દ્વારા એના સ્ટાન્ડર્ડ પ્રમાણે ટેસ્ટિંગ પણ કરાઈ છે એની ખાતરી આપવા અને એથી એની ગૅરન્ટી તાતાની છે એ સ્પષ્ટ કરવા એ લખવામાં આવતું હતું. કંપનીએ તો પોતાની પૉલિસી અન્ડર એ બે શબ્દ તાતા ઓકે લખવાનું ચાલુ કર્યું હતું, પણ વખત જતાં એ બે શબ્દો તાતાની બ્રૅન્ડ બની ગયા.