20 March, 2023 06:51 PM IST | Odisha | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઓરિસ્સાના જાણીતા સિંગર ડીજે એજેક્સ એટલે કે અક્ષય કુમાર હવે વિશ્વમાં નથી રહ્યા. છેલ્લે 18 માર્ચના ડીજે એજેક્સે આ વિશ્વને અલવિદા કહી દીધું છે. ઓરિસ્સાના ભુવનેશ્વરમાં સ્થિત ડીજે એજેક્સ (Dj Azex)ના ઘરે તેની લાશ ફાંસીના ફંદા પર લટકેલી મળી. ડીજેને સ્થાનિક કેપિટલ હૉસ્પટલમાં લઈ જવામાં આવ્યો, જ્યારે તેને મૃત જાહેર કરવામાં આવ્યો છે. માહિતી છે કે ગર્લફ્રેન્ડ તરફથી બ્લેકમેઈલ કરવાને કારણે ડીજે એજેક્સે આ પગલું ભર્યું.
ડીજે એજેક્સે કર્યું સુસાઈડ
કહેવામાં આવી રહ્યું છે કે ડીજે એજેક્સ અને તેમની ગર્લફ્રેન્ડ વચ્ચે કેટલાક સમયથી કંઈપણ બરાબર નહોતું. એટલું જ નહીં એ પણ કહેવામાં આવી રહ્યું છે કે ડીજે એજેક્સની ગર્લફ્રેન્ડ તેના સિવાય કોઈક અન્ય છોકરા સાથે પણ રિલેશનશિપમાં હતી. કલિંગા ટીવી પ્રમાણે ડીજે એજેક્સના પરિવારજનોએ જણાવ્યું કે ડીજે એજેક્સને 18 માર્ચ શનિવારે ઘરના રૂમમાં જતો જોયો, ત્યાર બાદ તે ઘણો સમય સુધી બહાર નીકળ્યો નહીં. પરિવારજનોએ તેને અનેક ફોન કૉલ્સ કર્યા અને દરવાજો ખખડાવ્યો, પણ ડીજે એજેક્સ તરફથી પણ રિએક્શન સામે આવ્યા નહીં.
શંકા થતા જ પરિવારજનોએ રૂમનો દરવાજો તોડ્યો અને ડીજે એજેક્સની લાશને ચાદરની મદદથી ફાંસીના ફંદે લટકતી જોઈ. એવામાં આર્ટિસ્ટના ઘરવાળાએ ડીજે એજેક્સની ગર્લફ્રેન્ડ અને તેમના મિત્રો વિરુદ્ધ આપઘાત માટે ઉશ્કેરવા માટે પોલીસને ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો : Mumbai પહોંચ્યા બાદ આ એક્ટર બન્યો હતો શાહરુખ ખાનનો સૌથી પહેલો મિત્ર, જાણો કોણ
પોલીસ કરશે કેસની તપાસ
ડીજે એજેક્સ (Dj Azex)ની ફેમિલીની ફરિયાદ બાદ પોલીસ હવે 20 માર્ચ એટલે કે આજે ડીજે એજેક્સની ગર્લફ્રેન્ડ અને તેના મિત્રો સાથે પૂછપરછ કરશે. સાથે જ પોલીસે ડીજે એજેક્સના બધા મોબાઈલ ફોન પણ સીઝ કર્યા છે અને કેસની તપાસ શરૂ કરી દીધી છે. જણાવવાનું કે ડીજે એજેક્સ છેલ્લા 9 વર્ષથી સિંગિંગ અને ડીજેના કામ માટે જાણીતા હતા.