Diwali 2023: PM નરેન્દ્ર મોદી પહોંચ્યા હિમાચલ પ્રદેશ, સુરક્ષા જવાનો સાથે ઊજવ્યું પ્રકાશનું પર્વ

12 November, 2023 11:46 AM IST  |  Lepcha | Gujarati Mid-day Online Correspondent

Diwali 2023: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૈનિકો સાથે દિવાળી મનાવવા હિમાચલ પ્રદેશ પહોંચ્યા છે. અહીં લેપચામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૈનિકોને મળ્યા હતા અને તેઓએ તેમની સાથે દિવાળી ઊજવી હતી.

PM મોદી દિવાળીની ઉજવણી કરવા લેપચા પહોંચ્યા હતા. (તસવીર સૌજન્ય: PM મોદીનું ઓફિશિયલ એક્સ હેન્ડલ)

આજે દિવાળી (Diwali 2023)નો પર્વ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) સૈનિકો સાથે દિવાળી મનાવવા હિમાચલ પ્રદેશ પહોંચ્યા છે. અહીં લેપચામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૈનિકોને મળ્યા હતા અને તેઓએ તેમની સાથે દિવાળી (Diwali 2023) ઊજવી હતી. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વાતની પુષ્ટિ કરી છે. આ સંદર્ભે તેઓએ એક્સ અકાઉન્ટ પર લખ્યું હતું કે,  `હું બહાદુર સુરક્ષા દળો સાથે દિવાળી ઊજવવા હિમાચલ પ્રદેશના લેપ્ચામાં આવ્યો છું`. સૈનિકો પણ અચાનક વડાપ્રધાનને તેમની વચ્ચે જોઈને ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. 

અગાઉ એવા અહેવાલ હતા કે વડાપ્રધાન સૈનિકો સાથે દિવાળી મનાવવા જમ્મુ-કાશ્મીર જઈ શકે છે. જમ્મુના જ્યોદિયાના રક્ક મુઠ્ઠી વિસ્તારમાં સેનાના જવાનો સાથે દિવાળી મનાવવા વડાપ્રધાનના આગમનની માહિતી મળી હતી. જો કે પીએમઓ દ્વારા આ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.

વડાપ્રધાને દેશવાસીઓને દિવાળી પર્વ (Diwali 2023)ની શુભેચ્છા પાઠવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને દિવાળીની શુભેચ્છા સંદેશ આપ્યો છે. દિવાળીના અવસર પર તેમણે પોસ્ટ કર્યું હતું. તેમાં તેઓએ લખ્યું હતું કે, "તમારા પરિવારના તમામ સભ્યોને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ ખાસ તહેવાર તમારા જીવનમાં ખુશીઓ, સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય લઈને આવે."

વડા પ્રધાને 2014માં વિશ્વના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્ર એવા સિયાચીનમાં દિવાળી ઊજવી હતી. તો 2015માં તેઓએ પંજાબના અમૃતસરમાં અને 2016માં હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.

નરેન્દ્ર મોદીએ 2017માં જમ્મુ અને કાશ્મીરના ગુરેઝમાં, 2018માં ઉત્તરાખંડમાં કેદારનાથ અને 2019માં જમ્મુ ડિવિઝનમાં રાજોરીમાં સેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. 

2014માં PMએ સિયાચીનમાં સુરક્ષા દળો સાથે જ્યારે દિવાળી તહેવાર (Diwali 2023)ની ઉજવણી કરી હતી. ત્યારબાદ આ સિલસિલો સરુ રાખતા તેઓએ 1965ના યુદ્ધમાં ભારતીય સેનાની સફળતાઓનું સન્માન કરવા પંજાબમાં ત્રણ સ્મારકોની મુલાકાત પણ લીધી હતી. 2016માં તેઓ ચીન સરહદ નજીક સૈનિકોને મળવા હિમાચલ પ્રદેશ ગયા હતા. સુમદોહ ખાતે ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP), ડોગરા સ્કાઉટ્સ અને સેનાના યુનિફોર્મમાં સજ્જ જવાનો સાથે વાતચીત કરી હતી. 2017માં PM ઉત્તર કાશ્મીરના ગુરેઝ સેક્ટરમાં ગયા હતા. 2018માં જ્યારે તેઓએ ઉત્તરાખંડના હરસિલમાં દિવાળી વિતાવી હતી ત્યારે તેઓએ સૈનિકોની ઓચિંતી મુલાકાત લીધી હતી. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વર્ષે દેશના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરવા સરહદ પર પહોંચતા હોય છે. આ વર્ષે વડાપ્રધાન મોદી દિવાળીની ઉજવણી કરવા હિમાચલ પ્રદેશના લેપચા પહોંચ્યા છે. 2014થી આ સિલસિલો ચાલતો જ આવ્યો છે. દર વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના જવાનો સાથે દિવાળી (Diwali 2023)ના તહેવારની ઉજવણી કરવા પહોંચી જાય છે. જવાનોના બલિદાન માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે દૂરના સ્થળોએ મુસાફરી કરીને મોદી પહોંચી જતાં હોય છે. 

diwali narendra modi himachal pradesh indian army national news india