01 May, 2023 10:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક
દુબઈ-દિલ્હીની ૨૭ ફેબ્રુઆરીની ફ્લાઇટ દરમ્યાન પાઇલટે મહિલા મિત્રને કૉકપિટમાં બોલાવવાની ઘટનાની જાણ ન કરવા બદલ ઍર ઇન્ડિયાના સીઈઓ કૅમ્પબેલ વિલ્સનને એવિએશન રેગ્યુલેટર ડીજીસીએ દ્વારા શો-કૉઝ નોટિસ ફટકરવામાં આવી હતી. ઍરલાઇનનો સેફ્ટી, સિક્યૉરિટી ઍન્ડ ક્વૉલિટી ફંક્શનના હેડ હેનરી ડોનોહોનને પણ શો-કૉઝ નોટિસ આપવામાં આવી છે. ફ્લાઇટના એક કૅબિન ક્રૂના મેમ્બર ડીજીસીએને આ ઘટના વિશે માહિતી આપી હતી. ડીજીસીએને સમસય માહિતી આપવા ન બદલ ઍર ઇન્ડિયાની સીઈઓ અને ફ્લાઇટ સેફ્ટીના હેડને ૨૧ એપ્રિલના નોટિસ આપવામાં આવી હતી. વળી આ ઘટનાની તપાસમાં પણ વિલંબ થયો છે. બન્ને એક્ઝિક્યુટિવ્સને શો-કૉઝ નોટિસનો જવાબ આપવા માટે ૧૫ દિવસનો સમય આપવામાં આવ્યો છે.