Attention! DGCAએ આપી પ્રવાસીઓને મોટી રાહત, આમ થતાં મળશે રિફન્ડ

26 January, 2023 04:34 PM IST  |  Delhi | Gujarati Mid-day Online Correspondent

નાગર વિમાનન મહાનિદેશાલય (DGCA)એ બુધવારે પ્રવાસીઓને મોટી રાહત આપતા ટિકિટોના રિફન્ડ સાથે જોડાયેલા નિયમોમાં સંશોધન કર્યું છે.

પ્રતીકાત્મક તસવીર

નાગર વિમાનન મહાનિદેશાલય (DGCA)એ બુધવારે પ્રવાસીઓને મોટી રાહત આપતા ટિકિટોના રિફન્ડ સાથે જોડાયેલા નિયમોમાં સંશોધન કર્યું છે. એવામાં ઍરલાઈન કંપનીઓ તરફથી પ્રવાસીઓને જાહેર કરવામાં આવેલી ટિકિટોને તેમની ઈચ્છા વિરુદ્ધ ડાઉનગ્રેડ કરવા પર સશરતે રિફન્ડ આપવાનું રહેશે. એવામાં વિમાનન કંપનીઓ ઘરગથ્થૂ અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને યાત્રાના અંતર પ્રમાણે રિફન્ડ આપશે.

પ્રવાસીઓને મળશે આટલું રિફન્ડ
ડીજીસીએએ સીએઆરમાં સંશોધન કરતા ઘરગથ્થૂ ફ્લાઈટ્સ માટે ટેક્સ સહિત ટિકિટના 75 ટકા પૈસા રિફન્ડ આપવાની વાત કહી છે. સીએઆરમાં ઈચ્છા વિરુદ્ધ ડાઉનગ્રેડ, ફ્લાઈટને રદ અને ઉડાનમાં મોડું થવાને કારણે બૉર્ડિંગમાં અસમર્થવાળા નિયમો સામેલ છે. ઘરગથ્થૂ પ્રવાસીઓ આવી સ્થિતિમાં ટેક્સ સહિત ટિકિટની કુલ લાગતના 75 ટકા પૈસા રિફન્ડ કરાવવાના હકદાર હશે.

આ પણ વાંચો : Jet Airways બે વર્ષ પછી 2021 ઉનાળામાં કરશે ફ્લાઇટ શરૂ, નવો પ્લાન જાહેર

આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે આ હશે નિયમો
1500 કિમી સુધીના પ્રવાસ પર ટેક્સ સહિત ટિકિટના 30 ટકા રિફન્ડ
1500થી 3500 કિમી સુધીનો પ્રવાસ પર ટેક્સ સહિત ટિકિટના 50 ટકા રિફન્ડ
3500 કિમીથી વધારેની યાત્ર પર ટેક્સ સહિત ટિકિટના 75 ટકા રિફન્ડ

national news international news travel news