28 December, 2022 09:30 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
જલંધરમાં ગઈ કાલે ધુમ્મસના કારણે ઓછી વિઝિબિલિટીની સ્થિતિમાં પસાર થઈ રહેલી ટ્રેન (તસવીર : પી.ટી.આઇ.)
ઉત્તર ભારતમાં ગઈ કાલે અનેક જગ્યાએ મિનિમમ તાપમાન શૂન્ય કરતાં પણ નીચું ગયું હતું. અનેક વિસ્તારમાં ગાઢ ધુમ્મસ પણ છવાયું હતું. આ વિસ્તારો ગઈ કાલે પણ ઠંડાગાર રહ્યા હતા.
(૧) દિલ્હીમાં મિનિમમ તાપમાન ૫.૬ ડિગ્રી નોંધાયું હતું અને સાથે જ ગાઢ ધુમ્મસ છવાયું હતું, જેના કારણે રેલવે સર્વિસને અસર થઈ હતી. દિલ્હીમાં અયાનગરમાં સૌથી નીચું ચાર ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
(૨) લદાખમાં લેહમાં મિનિમમ તાપમાન માઇનસ ૧૧ ડિગ્રી નોંધાયું હતું.
(૩) શ્રીનગરમાં ગઈ કાલે સવારે મિનિમમ તાપમાન માઇનસ ૪.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે જમ્મુ સિટીમાં તાપમાન ૨.૫ ડિગ્રી રહ્યું હતું. પહેલગામમાં માઇનસ ૬.૭, જ્યારે ગુલમર્ગમાં મિનિમમ તાપમાન માઇનસ ૫.૯ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
(૪) રાજસ્થાનના ચુરુમાં ૦.૫ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. ઉત્તર પ્રદેશના ફુરસતગંજમાં સૌથી ઓછું ૭ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.
(૫) ઉત્તરાખંડમાં બારકોટ ૧.૫ ડિગ્રી સેલ્સિયસ તાપમાનની સાથે ઠંડુંગાર સ્થળ રહ્યું હતું.