તાજ મહેલ તોડી નાખો અને મંદિર બનાવો: આ બીજેપી નેતાએ PM મોદી સમક્ષ કરી માગ

06 April, 2023 05:05 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

લોકો રૂપજ્યોતિ કુર્મીના આ નિવેદનની ભારપૂર્વક ટીકા કરી રહ્યા છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે જવાબદાર અને બંધારણીય પોસ્ટ પર બેઠેલી વ્યક્તિએ આવું નિવેદન ન આપવું જોઈએ.

ફાઇલ તસવીર

આસામ ભારતીય જનતા પાર્ટી (BJP) નેતા રૂપજ્યોતિ કુર્મી (Rupjyoti Kurmi)એ કહ્યું છે કે મોગલ સમ્રાટ શાહજહાં દ્વારા બાંધવામાં આવેલો તાજ મહલએ પ્રેમનું પ્રતીક નથી. મુમતાઝની યાદમાં બાંધવામાં આવેલા તાજ મહેલ વિશે પ્રશ્નો ઊભા કરવામાં આવ્યા છે. વિશ્વ તાજ મહેલ (Taj Mahal)ને પ્રેમનું સૌથી મોટું પ્રતીક માને છે, જે દર વર્ષે લાખો પ્રવાસીઓ જોવા આવે છે.

રૂપજ્યોતિ કુર્મીએ સવાલ કર્યો છે કે “શાહજહાંની અન્ય બેગમનું શું થયું.” તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને માગ કરી છે કે મોગલના સમયગાળા દરમિયાન બનાવેલા તાજ મહેલ અને કુતુબ મીનાર (Qutub Minar)ને તોડી પાડવામાં આવવા જોઈએ અને તેની જગ્યાએ મંદિર બનાવવું જોઈએ. તેમણે કહ્યું કે, “હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તાજ મહેલ અને કુતુબ મીનારને તોડી પાડવાની અપીલ કરું છું. વિશ્વનું સૌથી સુંદર મંદિર અહીં બનાવવું જોઈએ.”

`ભાજપના ધારાસભ્ય 1 વર્ષનો પગાર દાન કરવા તૈયાર છે`

રૂપજ્યોતિ કુર્મીએ કહ્યું છે કે “આ સ્થળોએ એક ભવ્ય મંદિર બનાવવું જોઈએ. આ બાંધકામની આસપાસ બીજા બાંધકામ પર તરત જ પ્રતિબંધ મૂકવામાં આવવો જોઈએ.” તેમણે કહ્યું કે આ કાર્ય માટે, હું મંદિરમાં પોતાનો એક વર્ષનો પગાર દાન કરશે.”

રૂપજ્યોતિ કુર્મીના નિવેદન પર થયો હોબાળો

લોકો રૂપજ્યોતિ કુર્મીના આ નિવેદનની ભારપૂર્વક ટીકા કરી રહ્યા છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે જવાબદાર અને બંધારણીય પોસ્ટ પર બેઠેલી વ્યક્તિએ આવું નિવેદન ન આપવું જોઈએ. કેટલાક લોકોએ કહ્યું કે આ નિવેદન ખૂબ ખોટું છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે તેમણે દેશના વાતાવરણને બગાડવાનો પ્રયાસ કર્યો છે. તે જ સમયે, એક વર્ગ એવૉ પણ છે જે ભાજપના ધારાસભ્યના નિવેદનની પ્રશંસા કરી રહ્યો છે.

આ પણ વાંચો: સુપ્રીમે વિપક્ષોને આપ્યો ઝટકો : ઈડી અને સીબીઆઇ સામેની અરજીને ફગાવી

શાહજહાં તાજ મહેલ કેમ બનાવ્યો?

તાજમહેલ સફેદ આરસપહાણના પથ્થરોથી ખૂબ જ સુંદર રીતે બનાવવામાં આવ્યો છે. તે તેના શ્રેષ્ઠ આર્કિટેક્ચરને કારણે વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ સ્થળ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સમાંનું એક છે. આ દંપતીને કુલ 14 બાળકો હતા, પરંતુ તેમાંથી ફક્ત 7 જ જીવતા રહ્યા હતા. વર્ષ 1631માં તેના છેલ્લા બાળકને જન્મ આપતી વખતે, ગર્ભાવસ્થા દરમિયાન મુમતાઝનું મોત નીપજ્યું હતું. તેમની યાદમાં જ તાજ મહેલ શાહજહાં દ્વારા બનાવવામાં આવ્યો હતો.

national news taj mahal assam bharatiya janata party