20 June, 2024 05:58 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના પાણી સંકટની ફાઇલ તસવીર
દિલ્લીમાં ભીષણ ગરમી અને ઉકાળા વચ્ચે છેલ્લા એક મહિનાથી પાણીની ભારે સામસ્યા (Delhi Water Crisis) નિર્માણ થઈ છે. દિલ્હીના પાણીસંકટ અંગે આમ આદમી પાર્ટી (AAP) સરકારે આરોપ કર્યો છે કે હરિયાણાની ભાજપ સરકાર યમુનામાં પાણીની કમી કરી છે. આ બાબતે ભાજપે કહ્યું કે કેજરીવાલ સરકાર ખોટા બહાના બનાવી રહી છે. ભાજપ અને `આપ` વચ્ચે ચાલતા આ આરોપ-પ્રત્યારોપ વચ્ચે દિલ્લીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલનો એક જુનો વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ દિલ્લીમાં પાણીની સમસ્યાની સમસ્યા ટેન્કર માફિયાને લીધે છે એવું કહી રહ્યા છે.
અરવિંદ કેજરીવાલના આ જુના વીડિયોને ભાજપ અને કૉંગ્રેસના (Delhi Water Crisis) નેતાઓએ શૅર કરી જોરદાર વાયરલ કર્યો છે. કેજરીવાલને આ વીડિયોમાં તેઓ કહી રહ્યા છે કે દિલ્લીમાં પાણીની કમી નથી. દિલ્લીમાં જરૂરિયાત માટે પૂરતું પાણી ઉપલબ્ધ છે, પણ શહેરના વિધાન સભ્યો અને સાંસદો ટેન્કરનો વ્યવસાય ચલાવી રહ્યા છે અને ટેન્કર માફિયા જ પાણીનું સંકટ ઊભું કરી રહ્યા છે. જોકે આ વીડિયો ભાજપ અને કૉંગ્રેસ દ્વારા શૅર કરવામાં આવતા તે સાચો છે કે નહીં તે અંગે કોઈપણ માહિતી સામે મળી નથી.
વાયરલ વીડિયોમાં કેજરીવાલ કહે છે, "દિલ્લીમાં પાણીની કમી નથી. દિલ્લીમાં (Delhi Water Crisis) દરરોજ 840 મિલિયન ગેલન પાણીનું ઉત્પાદન થાય છે અને દિલ્લીમાં 1.5 કરોડની વસ્તી છે. 220 લિટર પાણી પ્રતિ વ્યક્તિ પ્રતિ દિવસ ઉત્પાદન થાય છે. આનો અર્થ છે કે દરરોજ દરેક વ્યક્તિ માટે 11 બાલ્ટી પાણી. જર્મનીમાં દરરોજ 150 લિટર પ્રતિ વ્યક્તિ ઉત્પાદન થાય છે. ઇંગ્લેન્ડમાં આ પ્રમાણ 150 લિટર છે. છતાં ત્યાંના લોકોને 24 કલાક પાણી મળે છે, પરંતુ 220 લિટર પ્રતિ વ્યક્તિ પાણીના ઉત્પાદન પછી પણ દિલ્લીમાં લોકોને પાણી મળતું નથી. અમે આરટીઆઇ અરજીથી પૂછ્યું તો સરકારે કહ્યું કે 50 ટકા પાણી લીક થાય છે. આનો અર્થ છે કે 420 મિલિયન ગેલન પાણી લીક થાય છે. અમે કહ્યું કે એટલું પાણી દરરોજ રસ્તા પર આવી રહ્યું છે તો ત્રણ દિવસમાં પૂર આવી જાય. પરંતુ રસ્તા પર તો ક્યાંય પાણી દેખાતું નથી. તેમનો જવાબ આવ્યો કે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન લીક કરી રહી છે. તો અમે કહ્યું કે આથી તો પાણીનું ભૂગર્ભ સ્તર ઉપર આવવું જોઈએ, પરંતુ તે પણ નીચે જઇ રહ્યું છે. તપાસ કર્યા પછી જાણવા મળ્યું કે દિલ્લીમાં ખૂબ મોટું ટેન્કર માફિયા (Delhi Water Crisis) છે. 1500 ટેન્કર માફિયા કંપનીઓ દિલ્લીમાં કામ કરી રહી છે. આ એક હજાર કરોડનો બિઝનેસ છે. આ 1500 કંપનીઓ કોની છે, આ તમામ પક્ષોના ધારાસભ્યો અને સાંસદોની કંપનીઓ છે. જ્યાં સુધી દેશની રાજનીતિ સાફ નહીં થાય સુધી તમારા ઘરમાં પાણી નહીં આવે."
કેજરીવાલના આ વીડિયોને હવે ભાજપ (Delhi Water Crisis) અને કૉંગ્રેસના નેતાઓએ વાયરલ કરી કરીને તેમની ટીકા કરી રહ્યા છે. દિલ્લી ભાજપના ઉપાધ્યક્ષ કપિલ મિશ્રાએ વીડિયો શૅર કરતા લખ્યું, "કેજરીવાલ પોતે કહી રહ્યા છે કે દિલ્લીમાં પાણીની કોઈ કમી નથી. 1000 કરોડ રૂપિયાનું ટેન્કર માફિયા છે. આજે આ પૈસા કોની ખીસ્સામાં જઈ રહ્યા છે? કેમ છે દિલ્લી પ્યાસી? સચ્ચાઈ સાંભળો પોતે કેજરીવાલ પાસેથી." કૉંગ્રેસના નેતાઓ પણ આ વીડિયોને શૅર કરી રહ્યા છે. કૉંગ્રેસ નેતા અભિષેક દત્તે આ વીડિયો શૅર કરીને લખ્યું, "અરવિંદ કેજરીવાલજી બધા લોકો પરેશાન છે પાણી, વીજળી અને બહાનોથી. આજે સ્વર્ગીય શીલા દીક્ષિતજીને યાદ બધા કરે છે."