Delhi Ramlila Incident: રામલીલા વખતે પ્રભુ રામનો રૉલ કરી રહેલ કલાકારનું હાર્ટ એટેકથી મોત, જાણો વધુ

06 October, 2024 02:31 PM IST  |  Delhi | Gujarati Mid-day Online Correspondent

Delhi Ramlila Incident: ભગવાન રામની ભૂમિકા ભજવી રહેલા વ્યક્તિને અચાનક છાતીમાં દર્દ થવા માંડ્યું હતું. હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો ત્યાં તેનું મોત થયું.

વાયરલ વીડિયોમાંથી લીધેલ સ્ક્રીન શૉટ

નવરાત્રિનો સરસ માહોલ જ્યારે આખા દેશભરમાં છવાયો છે ત્યારે અનેક ઠેકાણે રામલીલાની ભજવણી (Delhi Ramlila Incident) પણ કરવામાં આવે છે. અનેક મંડળો દ્વારા રામલીલાનું આયોજન થઈ થયું છે. ગઈકાલે રાત્રે દિલ્હીના શાહદરામાં પણ રામલીલાની ભજવણી થઈ રહી હતી. તેવે સમયે એક એવી ઘટના બની કે તેણે સૌ કોઈને ચોંકાવી દીધા છે. વાત એમ છે કે અહીં રામલીલા દરમિયાન ભગવાન રામની ભૂમિકા ભજવી રહેલા વ્યક્તિને અચાનક છાતીમાં દર્દ થવા માંડ્યું હતું. તેને છાતીમાં એટલો અસહ્ય પીડા ઉપડી કે ભજવણી પડતી મૂકીને તે છાતી પર હાથ મૂકીને મંચની પાછળની બાજુએ ચાલ્યો ગયો હતો. જોકે, સૌને જાણ થતાં જ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો પરંતુ ત્યાં સુધીમાં તો તેના રામ રમી ગયા હતા.

રામલીલામાં રામનું પાત્ર ભજવી રહેલ વ્યક્તિ કોણ?

પ્રાપ્ત અહેવાલો અનુસાર શાહદરામાં ચાલી રહેલી રામલીલામાં ભગવાન રામની ભૂમિકા ભજવી રહેલ કલાકારનું નામ સુશીલ કૌશિક હતું. સુશીલ વ્યવસાયે પ્રોપર્ટી ડીલર હતો અને તે વિશ્વકર્મા નગર વિસ્તારમાં રહેતો હતો. 45 વર્ષીય સુશીલ કૌશિક ભગવાન રામનો પરમભક્ત હતો અને તે રામલીલામાં હંમેશા ભગવાન રામની ભૂમિકા ભજવતો આવ્યો હતો. 

દિલ્હી પોલીસ આ મામલે (Delhi Ramlila Incident) જણાવે છે કે મૃતક સુશીલ કૌશિકનું રામલીલા ભજવતી વખતે અચાનક જ હાર્ટ એટેકથી આવવાથી મોત નીપજ્યું (Delhi Ramlila Incident) છે. અહીં રામલીલાનું આયોજન જય શ્રી રામલીલા વિશ્વકર્મા નગર દ્વારા ચાલી રહ્યું હતું.

ઘટનાનો વિડીયો પણ થયો ભરપૂર વાયરલ 

આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, અને તે ખૂબ જ શેર થઈ રહ્યો છે. આ વિડિયોમાં જોઈ શકાય છે કે સુશીલ કૌશિક ભગવાન રામની ભૂમિકા ભજવી રહ્યો છે. તે મંચ પરથી પોતાના ડાયલોગ્સ બોલી રહ્યો છે. મંચ પરથી ભગવાન રામ કોઈને પ્રાર્થના કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ તે દરમિયાન તે છાતીમાં અસહ્ય દર્દને કારણે બેચેની અનુભવવા લાગે છે અને હાથ મૂકતાં તરત જ મંચની પાછળની બાજુએ સરકી જાય છે.

આ ઘટના (Delhi Ramlila Incident)નો વીડિયો જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તે વાયરલ વીડિયો જોયા બાદ નેટીઝન્સ ચોંકી ગયા છે. વીડિયો પર કોમેન્ટ કરતી વખતે મોટાભાગના લોકોએ એક જ સવાલ પૂછ્યો છે કે આ સ્થિતિમાં જીવ બચાવવા શું કરી શકાય?

મિત્રો, તમને જણાવી દઈએ કે જ્યારે પણ કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો હોટ તો સૌ પ્રથમ તેને આરામદાયક સ્થિતિમાં લાવવાની કોશિશ કરવી જોઈએ. વ્યક્તિને માથું અને ખભા સહેજ ઊંચા રાખીને જમીન પર બેસવા કે સુવડાવી દેવું જોઈએ. તેમને આરામદાયક અને શાંત સ્થિતિમાં રાખવાનો પ્રયાસ કરવો એ પ્રથમ પગલું છે.

national news delhi police delhi news new delhi religious places festivals heart attack social media