11 May, 2023 11:58 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પાકિસ્તાની ઍક્ટર સેહર શિનવારી
દિલ્હી પોલીસે પાકિસ્તાની ઍક્ટર સેહર શિનવારીના ટ્વીટનો જોરદાર જવાબ આપ્યો હતો. વાસ્તવમાં આ પાકિસ્તાની ઍક્ટ્રેસે ટ્વીટ કર્યું હતું કે ‘કોઈ દિલ્હી પોલીસની ઑનલાઇન લિન્ક જાણે છે? મારે ભારતના પીએમ અને ઇન્ડિયન ઇન્ટેલિજન્સ એજન્સી રૉની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવી છે કે જેઓ મારા દેશ પાકિસ્તાનમાં અંધાધૂંધી અને આતંકવાદ ફેલાવી રહ્યા છે. જો ભારતીય અદાલતો ફ્રી હોય (જેમ તેઓ દાવો કરે છે તો) મને ખાતરી છે કે ભારતીય સુપ્રીમ કોર્ટ મને ન્યાય અપાવશે.’
પાકિસ્તાનના ભૂતપૂર્વ પીએમ અને પાકિસ્તાન તેહરીક-એ-ઇન્સાફના ચૅરમૅન ઇમરાન ખાનની ધરપકડ બાદ તેણે આ ટ્વીટ કર્યું હતું.
દિલ્હી પોલીસે એના જવાબમાં ટ્વીટ કર્યું હતું કે ‘કમનસીબે પાકિસ્તાન હજી અમારા અધિકારક્ષેત્રમાં નથી. જોકે અમને એ જાણવાનું ગમશે કે તમારા દેશમાં જ્યારે ઇન્ટરનેટ બંધ છે ત્યારે તમે કેવી રીતે ટ્વીટ કરી રહ્યા છો.’