નરેન્દ્ર મોદી સહિત આ નેતાઓને મારી નાખવાની મળી ધમકી, દિલ્હી પોલિસ સતર્ક

21 June, 2023 02:50 PM IST  |  Delhi | Gujarati Mid-day Online Correspondent

આજે સવારે એક વ્યક્તિએ દિલ્હી પોલીસના આઉટર જિલ્લાની પોલીસને પીસીઆર કોલ કરીને બિહારના સીએમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. થોડા સમય બાદ બીજા કોલમાં તેના દ્વારા પીએમ અને ગૃહમંત્રીને પણ મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. 

પીએમ નરેન્દ્ર મોદી (ફાઈલ તસવીર)

દિલ્હી પોલીસની આઉટર ડિસ્ટ્રિક્ટ પોલીસને આજે એક વ્યક્તિના બે પીસીઆર કોલ મળ્યા હતા. મળતી માહિતી મુજબ કોલમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. દિલ્હી પોલીસ દ્વારા કોલ કરનારને શોધવા માટે એક ટીમ તૈનાત કરવામાં આવી છે.

આજે સવારે એક વ્યક્તિએ દિલ્હી પોલીસના આઉટર જિલ્લાની પોલીસને પીસીઆર કોલ કરીને બિહારના સીએમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. થોડા સમય બાદ બીજા કોલમાં તેના દ્વારા પીએમ અને ગૃહમંત્રીને પણ મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ દિલ્હી પોલીસે યુવકની ઓળખ માદીપુરના રહેવાસી સંજય વર્મા તરીકે કરી છે. સંજયે દારૂના નશામાં આ ફોન કર્યો હતો. ઉલ્લેખનીય છે કે દિલ્હી પોલીસ આરોપીને પકડવા માટે પ્રયાસ કરી રહી છે.

ડીસીપી/આઉટર હરેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે આજે સવારે 10.46 વાગ્યે એક પીસીઆર કોલ આવ્યો હતો જેમાં ફોન કરનારે બિહારના મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમારને 10 કરોડ રૂપિયા નહીં ચૂકવે તો મારી નાખવાની ધમકી આપી હતી. મળતી માહિતી મુજબ તેનું લોકેશન નાંગલોઈ વિસ્તારમાં મળી આવ્યું છે. ત્યારપછી સવારે 10:54 વાગ્યે એ જ ફોન કરનારે માનનીય પીએમ નરેન્દ્ર મોદી અને માનનીય ગૃહમંત્રી અમિત શાહને 2 કરોડ રૂપિયા ન આપવા બદલ મારી નાખવાની ધમકી આપી હતી.

આ લોકેશન સ્થળ પશ્ચિમ બિહાર પૂર્વમાં આવેલું હતું. એસએચઓ પશ્ચિમ વિહાર (પૂર્વ) તેમના 4 અધિકારીઓ સાથે તાત્કાલિક લોકેશન પર પહોંચી ગયા હતા. આખરે ફોન કરનારનું સરનામું મળી ગયું છે. તેનું નામ સુધીર શર્મા હોવાની માહિતી મળી રહી છે. જે C-283 માધીપુર ખાતે રહે છે. તે વ્યવસાયે સુથાર છે. તે તેના ઘરે ઉપલબ્ધ ન હતો. તેનો 10 વર્ષનો પુત્ર અંકિત ત્યાં મળી આવ્યો હતો. વધુ પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, આ વ્યક્તિને દારૂની લત છે. તેના પુત્ર અંકિતે જણાવ્યું હતું કે, “તેના પિતા આજે સવારથી દારૂ પી રહ્યા હતા.”

પોલિસની ટીમ સતત આ ફરાર વ્યક્તિને શોધવાનો પ્રયાસ કરી રહી છે. આ પહેલા 22 માર્ચના રોજ વ્હોટ્સએપ દ્વારા નીતિશ કુમારને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો મામલો સામે આવ્યો હતો. ધમકી આપનાર આરોપીની ઓળખ અંકિત મિશ્રા તરીકે થઈ હતી. આ કેસમાં આરોપી યુવકની ધરપકડ બિહાર પોલીસ અને ગુજરાત પોલીસના સંયુક્ત ઓપરેશન દ્વારા ગુજરાતના સુરતમાંથી કરવામાં આવી હતી.

આજના ફોન કોલ બાદ દિલ્હીથી બિહાર સુધી ભારે ખળભળાટ મચી ગયો છે. આ મામલે દિલ્હી પોલીસ ફુલ એલર્ટ મોડ પર આવી ગઈ છે.

delhi police bihar narendra modi amit shah nitish kumar delhi national news national india