સ્પાઇડરમૅનથી પણ લાંબા છે પોલીસના હાથ: ચાલતી કારના બોનેટ પર બેસવાનું ભારે પડ્યું

26 July, 2024 01:02 PM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

દિલ્હીમાં આ રીતે અજીબોગરીબ ડ્રાઇવિંગ કરનારાઓનું પ્રમાણ વધી રહ્યું છે એથી દિલ્હી ટ્રાફિક પોલીસ સોશ્યલ મીડિયા પર થતી ફરિયાદને રૅપિડ રિસ્પૉન્સ આપી રહી છે.

સ્પાઇડમેનનાં વેષમાં યુવક

દિલ્હીના સ્પાઇડરમૅનને ચાલતી કાર પર ચડવાનું ભારે પડ્યું છે. દિલ્હીના નજફગઢમાં રહેતો ૨૦ વર્ષનો યુવક સ્પાઇડરમૅનનો ડ્રેસ પહેરીને સ્કૉર્પિયો કારના બોનેટ પર બેસીને જઈ રહ્યો હતો. ચાલતી કાર પર બેસીને જઈ રહ્યો હોવાથી સોશ્યલ મીડિયા પર એ માટે ફરિયાદ થઈ હતી. દિલ્હી પોલીસે તેને દ્વારકા રોડ પરથી પકડ્યો હતો. તે જ્યારે કારના બોનેટ પર હતો ત્યારે દિલ્હીના મહાવીર એન્ક્લેવમાં રહેતો ૧૯ વર્ષનો ગૌરવ સિંહ કાર ડ્રાઇવ કરી રહ્યો હતો. પોલીસે તેમને આ ઉટપંટાગ હરકત કરવા બદલ પકડ્યા ત્યારે ગૌરવે સીટબેલ્ટ પણ નહોતો પહેર્યો તેમ જ તેમની પાસે સ્કૉર્પિયોનું પૉલ્યુશન અન્ડર કન્ટ્રોલ (PUC)નું સર્ટિફિકેટ પણ નહોતું. સીટબેલ્ટ તથા PUC વગર અને ડેન્જરસ ડ્રાઇવિંગ કરવા બદલ તેમને દંડ કરવામાં આવ્યો છે જેમાં તેમને ૨૬,૦૦૦ રૂપિયા ભરવા પડી શકે છે. સાથે જ થોડા દિવસ માટેની જેલની સજા પણ થઈ શકે છે. દિલ્હીમાં આ રીતે અજીબોગરીબ ડ્રાઇવિંગ કરનારાઓનું પ્રમાણ વધી રહ્યું છે એથી દિલ્હી ટ્રાફિક પોલીસ સોશ્યલ મીડિયા પર થતી ફરિયાદને રૅપિડ રિસ્પૉન્સ આપી રહી છે.

national news delhi police Crime News delhi news india