25 August, 2024 06:46 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
શનિવારે દિલ્હીની ગ્રીન વેલી સ્કૂલના 6ઠ્ઠા ધોરણના વિદ્યાર્થીના સ્કૂલ બેગમાંથી પિસ્તોલ મળી (Delhi News) આવવાની ચોંકાવનારી ઘટના બની હતી. આ ઘટનાની માહિતી મળતા દિલ્હી પોલીસ શાળાએ પહોંચી હતી અને તે બાદ ખુલાસો થયો હતો કે આ વિદ્યાર્થી તેના સ્વર્ગસ્થ પિતાની લાઇસન્સવાળી પિસ્તોલ તેની બેગમાં નાખીને શાળામાં લઈને આવ્યો છે અને તેણે આ પિસ્તોલને ભૂલથી એક રમકડું પણ માની લીધું હતું.
દિલ્હીમાં બનેલી (Delhi News) આ આ ઘટના બાબતે વિગતવાર જણાવતા એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે શનિવારે દિલ્હીની ગ્રીન વેલી સ્કૂલમાં છઠ્ઠા ધોરણમાં ભણતા એક વિદ્યાર્થીએ રમકડું સમજીને તેના સ્વર્ગસ્થ પિતાની લાઇસન્સવાળી પિસ્તોલ બેગમાં લઈને આવી ગયો હતો. જ્યારે આ વાત શાળાના શિક્ષકને ખબર પડી ત્યારે તેમણે પોલીસને જાણ કરી હતી. આ ઘટનાની માહિતી મળતા પોલીસે શાળાએ જઈને આ પિસ્તોલ તાબામાં લીધી હતી. જોકે આ પિસ્તોલ મેગેઝિન વિના મળી આવી હતી, જેના કારણે સ્કૂલ મેનેજમેન્ટમાં તાત્કાલિક ચિંતા વધુ વધી ગઈ હતી. પોલીસને બોલાવવા પહેલા શાળાએ પહેલાથી જ છોકરાની માતાનો સંપર્ક કર્યો હતો.
શાળામાં પિસ્તોલ લાવેલા વિદ્યાર્થીની માતાએ પોલીસને (Delhi News) સમજાવ્યું કે આ છોકરાના તેના સ્વર્ગસ્થ પતિ પાસે એક લાઇસન્સવાળી પિસ્તોલ હતી, જે તેણે પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાની હતી. જો કે, મિકસ અપને કારણે, પિસ્તોલ તેના પુત્રની સ્કૂલ બેગમાં મુકાઇ ગઈ હતી. આ બંદૂકનું લાઇસન્સ તપાસ્યા પછી, પોલીસે પુષ્ટિ કરી કે તે માન્ય છે જેને લીધે વિદ્યાર્થી કે તેની માતા સામે કોઈપણ ફોજદારી ગુનો દાખલ કરવામાં આવ્યો નથી. ત્યારબાદ આ છોકરાની માતાએ તે જ દિવસે BHD નગર પોલીસ સ્ટેશનના પ્રોપર્ટી રૂમમાં પિસ્તોલ જમા કરાવી હતી. દિલ્હી પોલીસે આ ઘટનાને સાચી ભૂલ ગણાવીને કેસ બંધ કરી દીધો છે.
ઉલ્લેખનીય છે કે ભારત કરતાં પણ વધારે અમેરિકામાં (Delhi News) વિદ્યાર્થીઓ દ્વારા અનેક વખત શાળામાં બંદુકો લાવીને બેફામ ગોળીબાર કરવામાં આવે છે. અમેરિકાની શાળાઓમાં અનેક વખત આવી ઘટના બની છે જેમાં સેંકડો વિદ્યાર્થીઓ સહિત શિક્ષકોને જીવ ગયા છે. અમેરિકામાં આ મુદ્દો ખૂબ જ વધારે વકર્યો છે તેમ જ ઘણી વખત આ હથિયારો પર પ્રતિબંધ મૂકવાની માગણીઓ કરવામાં આવે છે. જો કે ભારતમાં પણ આ પ્રકારની ઘટના બનતા ચિંતા વ્યકત કરવામાં આવી રહી છે. તેમ જ દેશમાં અનેક વખત શાળા કૉલેજને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળવાના પ્રમાણમાં પણ વધારો થયો છે, જેને લઈને આ પ્રકારના ધમકી ભર્યા ફોન પર વધુ ધ્યાન આપીને પોલીસ પ્રશાસન તરત જ એલેર્ટ થઈ જાય છે અને કડક કાર્યવાહી કરતાં આસપાસના વિસ્તારોને ખાલી કરવી બોમ્બની શોધ કરે છે, પરંતુ મોટાભાગના આ ફોન ખોટા હોવાના કિસ્સા બનતા હોય છે.