દિલ્હી-NCRમાં ફરી અનુભવાયા ભૂંકપના આંચકા

12 November, 2022 08:43 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

એક અઠવાડિયામાં બીજીવાર રાજધાનીમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. તો, ઉત્તરાખંડના પૌડી, ટિહરી, બાગેશ્વર, પિથૌરાગઢમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

પ્રતીકાત્મક તસવીર

રાષ્ટ્રીય રાજધાની (National Capital) દિલ્હી (Delhi) અને એનસીઆરમાં (NCR) એકવાર ફરીથી ધરતી હલબલી છે. શનિવારે રાતે ભૂકંપના (Earthquake)આંચકા અનુભવાયા છે. એક અઠવાડિયામાં બીજીવાર રાજધાનીમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. તો, ઉત્તરાખંડના પૌડી, ટિહરી, બાગેશ્વર, પિથૌરાગઢમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.4 માપવામાં આવી છે. રિપૉર્ટ્સ પ્રમાણે, રાજધાની અને તેની આસપાસના ગાઝિયાબાદ, નોએડા જેવા વિસ્તારોમાં લગભગ 54 સેકેન્ડ સુધી આંચકા લોકોએ અનુભવ્યા. ભૂકંપના તરત બાદ લોકો પોતાના ઘરમાંથી બહાર નીકળી ગયા. તો, હાઈરાઈઝ સોસાઇટીમાં રહેતા અનેક લોકો પણ પોતાની સોસાઇટીની બહાર આવી ગયા.

ભૂકંપ આવતા શું કરવું જોઈએ અને શું નહીં
ભૂકંપ આવતા ઘણીવાર આપણે ઘરની બહાર ભાગવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ એવું તરત શક્ય થઈ શકતું નથી. એવામાં ભૂકંપ આવ્યા બાદ જો તમે ઘરમાં છો તો પ્રયત્ન કરો કે જમીન પર બેસી જાઓ. પાસે ટેબલ કે ફર્નીચર છે તો તેની નીચે બેસીને હાથથી માથું ઢાંકી લેવું જોઈએ. આ દરમિયાન ઘરની અંદર જ રહેવું અને બહાર ન નીકળવું. વીજળીના બધા સ્વિચને બંધ કરી દેવી જોઈએ. તમે ઘરમાંથી બહાર છો તો પ્રયત્ન કરો કે ઊંચી ઇમારતો અને વીજળીના થાંભલાથી દૂર રહેવું. ભૂકંપ દરમિયાન લિફ્ટનો ઉપયોગ પણ ટાળવો જોઈએ. 

આ પણ વાંચો : ભૂકંપની તીવ્રતા ૬.૬ કે ૫.૬?

અઠવાડિયામાં બીજીવાર દિલ્હીમાં ભૂકંપ
આ પહેલા બુધવારે અડધી રાતે દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, આ પ્રકારે એક અઠવાડિયામાં બીજીવાર દિલ્હી-એનસીઆરની ધરતી હલી છે. બુધવારે મોડી રાતે લગભગ 1.57 વાગ્યે યૂપીના કેટલાક શહેર અને દિલ્હી તેમજ એનસીઆરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફૉર સેસમોલૉજી પ્રમાણે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.3 આંકવામાં આવી હતી, જેનું કેન્દ્ર નેપાળમાં ધરતીથી લગભગ 10 કિલોમીટર નીચે હતું. તો નેપાળમાં ભૂકંપને કારણે અનેક કાચ્ચા ઘરોને નુકસાન પણ પહોંચ્યું હતું જેથી કેટલાક લોકોના મોત થયા.

national news new delhi earthquake