08 September, 2023 05:50 PM IST | Delhi | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : મિડ-ડે
દિલ્હી મેટ્રોમાં ઘણીવાર કોઇકને કોઇક વિવાદ જોવા મળે છે. ક્યારેક સીટને લઈને લોકોમાં ઝગડા થઈ જાય છે, તો ક્યાંક લોકો અશ્લીલતા કરતા જોવા મળે છે તો ક્યારેક લોકો રીલ્સ બનાવવા માટે આળવીતરી હરકતો કરવા માંડે છે. તાજેતરમાં ડીએમઆરસીએ આને લઈને અનેકવાર ચેતવણી પણ જાહેર કરી છે. જો કે, આવા કેસ રોકાવાનું નામ જ નથી લઈ રહ્યા. આ ઘટનાઓના વીડિયો પણ ઘણીવાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે.
`ક્યારેક તો તેના વાળને અડપલાં કરે છે તો ક્યારેક...`
તાજેતરમાં દિલ્હી મેટ્રોનો જ એક વીડિયો વાયરલ થયો છે જેમાં કોચમાં ભીડ છે અને લોકો ઊભા રહીને પણ પ્રવાસ કરી રહ્યા છે. એવામાં એક વૃદ્ધ મહિલા ત્યાં ઊભેલા કપલે એકબીજાનો હાથ પકડ્યો અને એક-બીજાના ગાલ પર અડપલાં કરવાથી અસહજ થઈ ગઈ. તે છોકરીને એકાએક વઢવા માગે છે કે "આ તું છોકરા સાથે શું કરી રહી છે?- ક્યારેક તેના વાળને અડી રહી છે, તો ક્યારેક ગાલ પર અડી રહી છે... લોકો પણ એવા છે અહીંયા કે કોઈ કંઈ નથી કહી રહ્યું."
`સારું નથી લાગતું બેટા, રોમેન્સ...`
ત્યાર બાદ છોકરી પણ મહિલાને જવાબ આપવા માંડે છે કે, "તમને શું વાંધો છે?" પછી મહિલા જવાબ આપે છે કે, "હું એમ કહી રહી છું કે- સારું નથી લાગતું બેટા, રોમાન્સ કરવો છે તો બહાર જઈને કરો." ત્યાર બાદ અન્ય પ્રવાસી પણ છોકરીને સમજાવવા માગે છે કે- બહાર જઈને કરો આ બધું.
મેટ્રોમાં પહેલા પણ બાખડી મહિલાઓ
મેટ્રોમાં થનારી ઘટનાઓના વીડિયો ઘણીવાર સામે આવતા રહે છે. છેલ્લા કેટલાક દિવસોમાં મેટ્રોનો એક વીડિયો ખૂબ જ વાયરલ થયો હતો. આ વીડિયોમાં બે મહિલાઓ વચ્ચે સીટ પર બેસવાને લઈને બોલ-ચાલ થઈ હતી. ત્યાર બાદ એક મહિલા બીજી મહિલા પર મોટા અવાજે બરાડા પાડવા માંડી અને અપશબ્દો બોલવા માંડી. આ દરમિયાન અપશબ્દો બોલતી મહિલાની વાત સાંભળીને અન્ય મહિલાને પણ ગુસ્સો આવી જાય છે. તે કહે છે કે હું ચપ્પલથી મારીશ. તે કહે છે કે હું ચપ્પલથી મારીશ. આના જવાબમાં મહિલાએ કહ્યું કે, "ચપ્પલથી નહીં, બેલ્ટથી મારો, ગોળી મારો. ચપ્પલનો જમાનો ગયો, ગોળીનો જમાનો છે, કયા જમાનામાં જીવો છો?"
દિલ્હીની મેટ્રોમાં રોમૅન્સ અને ડાન્સથી લઈને જુદી-જુદી ઍક્ટિવિટીઝના વિડિયો આવતા રહે છે. હવે મેટ્રોની અંદર એક મહિલાનો જિમ્નૅસ્ટિક કૌશલ્ય દર્શાવતો વિડિયો વાઇરલ થયો હતો. મીશા શર્મા તરીકે ઓળખાતી મહિલાએ સમરસૉલ્ટ પ્રદર્શિત કરવા મેટ્રો કોચની પસંદગી કરતાં સોશ્યલ મીડિયા પર ચર્ચા ફેલાઈ છે. મીશા શર્મા ઍથ્લીટ છે. તેણે તેના પ્રદર્શનનો એક વિડિયો રેકૉર્ડ કર્યો અને એને ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. વિડિયોની શરૂઆત મેટ્રો કોચ બતાવીને થાય છે, જેમાં કેટલાક લોકો બેઠા છે અને અન્ય લોકો ઊભા છે. તેને જ્યાં ખુલ્લી જગ્યા મળે છે ત્યાં તે આ સમરસૉલ્ટ વડે પોતાનું જિમ્નૅસ્ટિક કૌશલ્ય દર્શાવે છે. આ વાઇરલ પોસ્ટને લગભગ ૩૬ લાખ વ્યુઝ મળ્યા છે અને એ સંખ્યા ઝડપથી વધી રહી છે.