28 February, 2023 03:58 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
મનીષ સિસોદિયા (તસવીર સૌજન્ય મિડ-ડે)
દિલ્હીના (Delhi) ડેપ્યૂટી સીએમ મનીષ સિસોદિયાએ (Manish Sisodia) શરાબ કૌભાંડ મામલે પોતાની ધરપકડ અને સીબીઆઈ તપાસની રીતને સુપ્રીમ કૉર્ચમાં પડકાર આપ્યો છે. મનીષ સિસોદિયા તરફથી અભિષેક મનુ સિંઘવીએ સાઈડ લેતા સુપ્રીમ કૉર્ટને અરજી પર જલ્દી સુનાવણીની માગ કરી. મુખ્ય ન્યાયાધીશે અભિષેક સિંઘવીને સાંભળ્યા બાદ પૂછ્યું કે તે સીધા સુપ્રીમ કૉર્ટ આવતા પહેલા ઉચ્ચ ન્યાયાલય કેમ ન ગયા. આ મામલે સિંઘવીએ વિનોદ દુઆ મામલે સુપ્રીમ કૉર્ટના નિર્ણયનો હવાલો આપ્યો. ત્યાર બાદ ચીફ જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે તે કેસની સુનાવણી બપોરે 3.50 વાગ્યે કરશે.
સિસોદિયાએ કહ્યું કે જ્યારે તે સીબીઆઈ તપાસમાં સહયોગ કરી રહ્યા હતા, તો તેમની ધરપકડ કેમ કરવામાં આવી. જણાવવાનું કે મનીષ સિસોદિયાને એક સ્પેશિયલ કૉર્ટમાં સોમવારે પાંચ દિવસ માટે કેન્દ્રીય અન્વેષણ બ્યૂરો (સીબીઆઈ)ની અટકમાં મોકલવામાં આવ્યા. તપાસ એજન્સીએ આમ આદમી પાર્ટી (આપ)ના નેતાને સ્પેશિયલ કૉર્ટમાં રજૂ કર્યા હતા અને તેમને પાંચ દિવસ માટે રિમાન્ડમાં સોંપવા માટે અરજી કરી હતી. ત્યાર બાદ, સ્પેશિયલ કૉર્ટ ન્યાયાધીશ એમ. કે. નાગપાલે સિસોદિયાને ચાર માર્ચ સુધી સીબીઆઈની અટકમાં મોકલી દીધા.
ન્યાયાધીશે કહ્યું હતું, જો કે, આરોપી આ મામલે પહેલા બે વાર તપાસમાં સામેલ થયેલ છે, પણ એ પણ જોવામાં આવ્યું છે કે તે તાપસ તેમજ પૂછપરછ દરમિયાન મોટાભાગના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપી શક્યા નથી. તેમણે કહ્યું કે સિસોદિયા અત્યાર સુધી કરવામાં આપેલી તપાસ દરમિયાન કહેવાતી રીતે તેમની વિરુદ્ધ મળેલા વાંધાજનક પુરાવા સંબંધે યોગ્ય સ્પષ્ટીકરણ આપવામાં નિષ્ફળ રહ્યા છે.
કૉર્ટે કહ્યું, "તેમના (સિસોદિયાના) કેટલાક અધીનસ્થોએ કેટલાક તથ્યોના ખુલાસા કર્યા છે જેમને તેમના વિરુદ્ધ આરોપ તરીકે લઈ શકાય છે અને તેમના વિરુદ્ધ કેટલાક દસ્તાવેજી પુરાવા પણ સામે આવી ચૂક્યા છે."
આ પણ વાંચો : શરાબ નીતિ કેસમાં મનીષ સિસોદિયાને CBI કૉર્ટે 4 માર્ચ સુધી મોકલ્યા રિમાન્ડ પર
ન્યાયાધીશે કહ્યું, "યોગ્ય અને નિષ્પક્ષ તપાસ માટે એ જરૂરી છે કે તેમને પૂછવામાં આવેલા પ્રશ્નોના યોગ્ય અને સાચા જવાબ મળે અને આથી આ કૉર્ટની સલાહમાં આ આરોપીની ધરપકડમાં પૂછપરછ થકી જ શક્ય છે."
તેમણે કહ્યું, "તથ્યો અને પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખતાં, આરોપીને આગળ વધુ વિસ્તૃત પૂછપરછ માટે પાંચ દિવસના સમય એટલે કે ચાર માર્ત, 2023 સુધી સીબીઆઈની રિમાન્ડમાં મોકલવામાં આવે છે."
રાઉજ એવેન્યૂ કૉર્ટ પરિસરમાં અને બહાર સુરક્ષાના કડક પ્રબંધ જોવા મળ્યા. સીબીઆઈ દ્વારા 2021-22ની આબકારી નીતિ (જે હવે રદ કરવામાં આવી ચૂકી છે)ને લાગુ પાડવામાં કહેવાતી રીતે ભ્રષ્ટાતાર મામલે રવિવારે સાંજે સિસોદિયાની ધરપકડ કરવામાં આવી હતી.
કૉર્ટમાં એક કલાકથી વધારે સમય સુધી ચાલેલી સુનાવણી દરમિયાન, સિસોદિયાના વકીલે કહ્યું કે ઉપરાજ્યપાલે આબકારી નીતિમાં ફેરફારને પરવાનગી આપી હતી, પણ કેન્દ્રીય તપાસ એજન્સી નિર્વાચિત સરકારની પાછળ પડેલી છે.
આ પણ વાંચો : Maharashtra Politics: CMનું મોટું પગલું,જો એમ થયું તો ઠાકરેને પણ માનવો પડશે આદેશ
આપ નેતાના વકીલે આપી દલીલ, "હું કોઈ નિર્ણય નથી લઈ શકતો. આથી ઉપયુક્ત પ્રાધિકાર દ્વારા પરવાનગી આપવાની હોય છે." સિસોદિયાએ દાવો કર્યો કે તેમના વિરુદ્ધ કોઈ પુરાવા નથી અને તેમની રિમાન્ડ માટે સીબીઆઈની અરજીનો વિરોધ કર્યો.
સિસોદિયાના વકીલે તેમનો પક્ષ રજૂ કરતા કૉર્ટમાં કહ્યું, "હું નાણાંમંત્રી છું, મારે બજેટ રજૂ કરવાનું છે... કાલે એવું શું બદલાઈ ગયું કે નાણાંમંત્રીને અટકમાં રાખવા પડ્યા? શું તે આગળ ઉપલબ્ધ નહીં હોય? આ ધરપકડ તેની પાછળ છુપાયેલા હેતુ માટે કરવામાં આવી છે? આ કેસ એક વ્યક્તિ અને સંસ્થા પર હુમલો છે."