Delhi Liquor Case: હવે મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના PAની થશે પૂછપરછ, EDએ મોકલ્યું સમન્સ

23 February, 2023 03:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સીબીઆઈ અને ઈડી બંને આ મામલે સંયુક્ત રીતે તપાસ કરી રહ્યા છે. સીબીઆઈ દ્વારા નોંધાયેલી એફઆઈઆરના આધારે, ઇડી મની લોન્ડરિંગ એક્ટ હેઠળ પણ આ મામલાની તપાસ કરી રહી છે. આ કેસમાં EDએ અત્યાર સુધીમાં 9 આરોપીઓની ધરપકડ કરી છે

ફાઇલ તસવીર

દિલ્હી લિકર પોલિસી કેસ (Delhi Liquor Policy Case)ની તપાસ કરી રહેલી કેન્દ્રીય તપાસ એજન્સી EDએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ના પીએને પૂછપરછ માટે સમન્સ મોકલ્યા છે. EDએ કહ્યું કે તે દિલ્હી એક્સાઇઝ કૌભાંડ સંબંધિત મામલામાં મુખ્યપ્રધાનના સચિવ પાસેથી કેટલાક પ્રશ્નો પૂછવા માગે છે, તેથી તેણે મુખ્યપ્રધાનના સચિવને સમન્સ પાઠવ્યા છે.

સીબીઆઈ અને ઈડી બંને આ મામલે સંયુક્ત રીતે તપાસ કરી રહ્યા છે. સીબીઆઈ દ્વારા નોંધાયેલી એફઆઈઆરના આધારે, ઇડી મની લોન્ડરિંગ એક્ટ હેઠળ પણ આ મામલાની તપાસ કરી રહી છે. આ કેસમાં EDએ અત્યાર સુધીમાં 9 આરોપીઓની ધરપકડ કરી છે.

CBI અને EDએ મળીને અત્યાર સુધી આમ આદમી પાર્ટીના બે મોટા નેતાઓ મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન પર પોતાનો સકંજો કસ્યો છે. સત્યેન્દ્ર જૈન હાલમાં અનેક કેસમાં દિલ્હીની તિહાર જેલમાં બંધ છે. તો બીજી તરફ દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની મુશ્કેલીઓ પણ ઓછી થવાનું નામ નથી લઈ રહી.

CBIનો મનીષ સિસોદિયા પર સકંજો

ગઇકાલે જ, દિલ્હીના એલજીએ ગુપ્તચર રાજકીય માહિતી એકત્ર કરવા સંબંધિત કેસમાં દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા સામે કેસ ચલાવવા માટે સીબીઆઈને મંજૂરી આપી છે, જેણે તેમના માટે નવી સમસ્યા ઊભી કરી છે.

દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરને પ્રિન્સિપલ સેક્રેટરીને મોકલવામાં આવેલા પત્રમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988ની કલમ 17 હેઠળ સિસોદિયા સામે કેસ ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે. ટ્વીટર પર સિસોદિયાએ કેન્દ્ર સરકારના આ પગલાની ટીકા કરી હતી.

ઉલ્લેખનીય છે કે ભારે હોબાળ બાદ ચોથા પ્રયાસમાં આમ આદમી પાર્ટીના નેતા શેલી ઓબેરોય દિલ્હીના મેયર તરીકે ચૂંટાયાં હતાં. શેલી ઓબેરોયે મેયરની ચૂંટણીમાં 150 મત મેળવીને જીત નોંધાવી હતી. AAP એ MCDમાં ભાજપના પંદર વર્ષનો દોર તોડી નાખ્યો છે. હવે AAP કાર્યકર શેલી ઓબેરોય જે મેયર તરીકે દિલ્હી મહાનગર પાલિકાનું નેતૃત્વ કરશે.

આ પણ વાંચો: પવન ખેડાને દિલ્હી એરપોર્ટ પર રોકવામાં આવ્યા બાદ આસામ પોલીસે કરી ધરપકડ

દિલ્હી મહાનગર પાલિકાના મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી બાદ ગુરુવારે આમ આદમી પાર્ટીના કાર્યાલયમાં જીતનો જશ્ન શરૂ થઈ ગયો છે. આમ આદમી પાર્ટીના કાર્યાલયમાં ઢોલ-નગારા સાથે લાડુનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ અવસર પર AAP સાંસદ સંજય સિંહ પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને સંબોધિત કરી રહ્યા છે. સંજય સિંહે પોતાના ભાષણમાં ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અહીં આવવાના હતા, પરંતુ તેઓ આવી શક્યા નથી. સીએમ કેજરીવાલની અહીં મુલાકાતનો કાર્યક્રમ સ્થગિત કરવામાં આવી રહ્યો છે, ત્યારબાદ નવી તારીખ નક્કી કરવામાં આવશે.

national news aam aadmi party arvind kejriwal delhi central bureau of investigation ed