દિલ્હીમાં વિદેશી મહિલાનું અપહરણ, બાદ ગેન્ગરેપ, ઑટો ડ્રાઈવર અને સાથીદારોની શોધ

28 February, 2023 07:42 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

દિલ્હીમાં વિદેશી મહિલાનું અપહરણ કર્યા બાદ ઑટો ડ્રાઈવર અને તેના સાથીદારોએ તેનો સામૂહિક બળાત્કાર કર્યો ત્યાર બાદ તેને જંગલમાં છોડી દીધી, મહિલાની ફરિયાદ બાદ દિલ્હી પોલીસ હવે તેમને શોધી રહી છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

દિલ્હીના (Delhi) કાલિંદી કુંજ વિસ્તારમાં મહિલા સાથે ગેન્ગ રેપની ઘટના સામે આવી છે. આરોપ પ્રમાણે, ઑટો ડ્રાઈવરે પોતાના સાથીદારો સાથે મળીને આ ઘટનાને અંજામ આપ્યો છે. દિલ્હી પોલીસ પ્રમાણે, મહિલાની ફરિયાદ બાદ પોલીસે મહિલાનું મેડિકલ કરાવીને ગેન્ગ રેપની કલમો હેઠળ કેસ દાખલ કરી તપાસ શરૂ કરી દીધી છે.

આ મામલે દિલ્હી પોલીસે માહિતી આપતી વખતે જણાવ્યું કે બધા ફેક્ટ્સને વેરિફાઈ કરવામાં આવી રહ્યા છે. મહિલા મૂળ તો મ્યાનમારની રહેવાસી છે. દિલ્હીના વિકાસપુરીમાં પોતાના પતિ અને દોઢ વર્ષની દીકરી સાથે રહે છે. મહિલાનો આરોપ છે કે 21 તારીખે અપહરણ કરી રેપની ઘટનાને અંજામ આપ્યો. હાલ પોલીસ કેસની તપાસમાં લાગી છે.

જાણો શું છે આખી ઘટના
સાઉથ ઈસ્ટ દિલ્હી જિલ્લા અંતર્ગત કાલિંદી કુંજ થાણા વિસ્તારમાં એક વિદેશી મહિલાનું પહેલા તો અપહરણ કર્યું અને તેમની સાથે સામૂહિક દુષ્કર્મની ઘટનાને અંજામ આપવામાં આવ્યો. કેસ 23 ફેબ્રુઆરી, 2023નું છે. વિદેશી મહિલાએ પોલીસમાં પોતાની ફરિયાદ નોંધાવતા ઑટો ચાલક સહિત 4 અન્ય લોકો પર અપહરણ અને દુષ્કર્મનો આરોપ મૂક્યો છે.

પોલીસે આગળ જણાવ્યું કે દુષ્કર્મનો કેસ ગયા રવિવારનો છે, ઑટો ચાલકે મહિલાને ફોસલાવીને પોતાની ઑટોમાં બેસાડ્યો અને ત્યાર બાદ એક કપડાંને તેના નાક સામે મૂકી દીધું, જેથી મહિલા બેભાન થઈ ગઈ, પણ જ્યારે મહિલા હોંશમાં આવી તો તેણે પોતાને એક રૂમમાં જોઈ, જ્યાં ઑટો ડ્રાઈવર સહિત 4 અન્ય લોકો પણ હાજર હતા. ત્યાર બાદ ચારેયે આખી રાત એક-પછી એક વારાફરતી બળાત્કાર કર્યા.

આ પણ વાંચો : ફરી માનવતા પર લાંછન: હરિનગરમાં રખડતાં કૂતરાનો કર્યો બળાત્કાર

પીડિતાએ જણાવ્યું કે આરોપીઓએ વિદેશી મહિલા સાથે દુષ્કર્મ કર્યા અને તે દરમિયાન પીડિતા સાથે મારપીટ કરીને અને જીવલેણ ધમકી પણ આપતા રહ્યા. આખી ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓએ પીડિતાને એક કારમાં બેસાડીને એક સૂમસાન જગ્યાએ લઈ જઈને છોડી દીધી. તે દરમિયાન બે અન્ય સીખ યુવકોએ તે મહિલાને એકલી જોઈને પોતાની સાથે લઈ ગયા અને પોતાના ઘરમાં જમાડી અને તેની મદદ કરી.

national news delhi violence delhi police new delhi delhi news Crime News sexual crime