24 May, 2024 11:52 AM IST | Ambala | Gujarati Mid-day Correspondent
પ્રતિકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
હરિયાણાના અંબાલામાં વહેલી સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. અંબાલામાં થયેલા આ ભયાનક અકસ્માતમાં (Delhi-Jammu Highway Accident) એક જ પરિવારના સાત લોકોનું મૃત્યુ થયું હતું. દિલ્હી-જમ્મુ નેશનલ હાઇવે પર 24 મેની વહેલી સવારમાં એક મીની બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે આજુબાજુના લોકોને લાગ્યું કે કોઈ મોટો વિસ્ફોટ થયો છે. આ જોરદાર ટક્કરમાં એક જ પરિવારના સાત લોકોના મૃત્યુ થયા હતા તેમ જ 20 લોકોને ગંભીર ઇજા પણ થઈ હોવાની માહિતી એક પોલીસ અધિકારીએ આપી હતી. આ ગંભીર અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને તરત નજીકની એક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમના પર સારવાર ચાલી રહી છે.
હરિયાણાના અંબાલાથી (Delhi-Jammu Highway Accident) એક મીની બસ વૈષ્ણો દેવી જઈ રહી હતી. આ દરમિયાન અંબાલા નજીક દિલ્હી-જમ્મુ નેશનલ હાઇવે પરથી પસાર થતી વખતે આ મીની બસ અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માત આટલો ભીષણ હતો કે કોઈ મોટો વિસ્ફોટ થયો એવો અવાજ આવ્યો હતો. આ અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના ગામના લોકો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમ જ પ્રતિક્ષાદર્શીઓના જણાવ્યાં અનુસાર, આ દુર્ઘટના બાદ વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો.
દિલ્હી-જમ્મુ હાઇવે (Delhi-Jammu Highway Accident) પર અકસ્માત થતાં ઘટના સ્થળે હાજર રહેલા અને સ્થાનિક લોકોએ તરત જ પોલીસ અને પ્રશાસનને આ અકસ્માતની જાણ કરી હતી. ઘટનાની માહિતી મળતા પ્રશાસન દોડતું થઈ ગયું હતું અને ઘટનાસ્થળે પહોંચીને લોકોને રીસક્યું કરવાનું કામ શરૂ કર્યું હતું. આ ગંભીર અકસ્માતમાં એક પરિવારના સાત લોકોનું ટક્કર થતાં જ ઘટનાસ્થળે જ મોત થયું હતું.
પોલીસે સ્થળ પર પહોંચીને બચાવ કરી શરૂ કર્યું હતું. આ અકસ્માત બાબતે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આ અકસ્માતમાં એક જ પરિવારના સાત લોકોના મૃત્યુ (Delhi-Jammu Highway Accident) થયાની સાથે 20 લોકો ગંભીર રીતે જખમી પણ થયા હતા. આ અકસ્માતમાં મૃત્યુ થનાર લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે અને ઘાયલ લોકોની સારવાર હૉસ્પિટલમાં ચાલી રહી છે. પોલીસની માહિતી મૂજબ વૈષ્ણો દેવી જઈ રહેલી આ બસમાં અકસ્માત દરમિયાન કુલ 27 લોકો સવાર હતા.
પોલીસના જણાવ્યા મુજબ આ ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રક સાથે ટક્કર બસના પરખચ્ચા ઉડી ગયા હતા અને રસ્તા પર મીની બસ અને ટ્રકના કાચ અને રસ્તા પર પડેલા લોકોના લોહીને જોઈ સ્થાનિક લોકો પણ દંગ રહી ગયા હતા. આ અકસ્માત બાદનો વીડિયો (Delhi-Jammu Highway Accident) પણ સામે આવ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે ટ્રક સાથે ટક્કર થતાં જ બસનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. અને આખા રસ્તા પર ગાડીઓના પાર્ટસ વિખરાયેલા છે, જેથી હવે આ ગંભીર અકસ્માતની કાર્યવાહી કરવાનો પણ આદેશ આપ્યો છે.