14 January, 2023 09:09 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
નવી દિલ્હી (પી.ટી.આઇ.) ઃ દિલ્હી પોલીસે ગઈ કાલે ૧૧ પોલીસ-કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા હતા. ન્યુ યરની રાતે ૨૦ વર્ષની યુવતીને કારની નીચે ઘસડીને મારી નાખવામાં આવી હતી એ રૂટ પર આ પોલીસ-કર્મચારીઓ ફરજ બજાવતા હતા. સ્પેશ્યલ પોલીસ કમિશનર શાલિની સિંહની અધ્યક્ષતામાં એક તપાસ કમિટી દ્વારા આ અકસ્માતની તપાસનો સોંપવામાં આવેલા રિપોર્ટ બાદ ગૃહમંત્રાલયે ગુરુવારે દિલ્હી પોલીસને આ રૂટ પર તહેનાત કરવામાં આવેલા તમામ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો. જે પોલીસ-કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એમાં બે સબ-ઇન્સ્પેક્ટર, ચાર અસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર, ચાર હેડ કૉન્સ્ટેબલ અને એક કૉન્સ્ટેબલનો સમાવેશ થાય છે.
આ ઘટનાની દેશભરમાં ખૂબ જ ચર્ચા થઈ છે ત્યારે ઘટનાસ્થળથી પુરાવા અને સૅમ્પલ્સ કલેક્ટ કરવા માટે ગુજરાતમાંથી ફૉરેન્સિક એક્સપર્ટ્સને બોલાવવામાં આવ્યા છે. પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં કુલ સાત જણની ધરપકડ કરી છે.