07 January, 2019 02:54 PM IST |
એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર પર લાગશે રોક?
અનુપમ ખેર અભિનીત ફિલ્મ 'ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર'ના ટ્રેલર પર રોક લગાવવાનો દિલ્લી હાઈકોર્ટની સિંગલ બેંચે ઈન્કાર કરી દીધો છે. સાથે જ કોર્ટે કહ્યું કે અરજીકર્તા ડિવિઝન બેન્ચ પાસે જાય. અરજી કરના દિલ્લીની ડિઝાઈનર પૂજા મહાજન છે, જેમણે પોતાના વકીલના માધ્યમથી આ અરજી દાખલ કરી.
અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે ટ્રેલરમાં તથ્યો સાથે છેડછાડ કરીને પૂર્વ વડાપ્રધાનની છબિને ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેથી તેના પર તાત્કાલિક પ્રતિબંધ માંગ કરવામાં આવી.
આ પણ વાંચોઃ હા, મે રીઅલ લાઈફમાં કરી છે ચીટિંગઃ વાંચો 'ચીટર' ઈમરાન હાશ્મી સાથે EXCLUSIVE વાતચીત
મહત્વનું છે કે ભારતીય નીતિ વિશ્લેષક સંજય બારુએ પૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહનસિંહના જીવન પર લખેલા પુસ્તક પર આધારિત છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું ત્યારથી જ વિવાદોમાં છે.