30 May, 2023 12:13 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
મનીષ સિસોદિયા
ઈડીનાં સૂત્રોએ ખુલાસો કર્યો હતો કે દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ એક્સાઇઝ ડ્યુટી કૌભાંડમાં ૧૪ મોબાઇલ ફોનમાં ૪૩ સિમ-કાર્ડનો ઉપયોગ કર્યો હતો. એવો પણ આરોપ મૂકવામાં આવે છે તપાસમાં આડખીલી ઊભી કરવા અને પુરાવાનો નાશ કરવા માટે તમામ ફોનને નષ્ટ કરી નાખવામાં આવ્યા હતા. ૪૩ સિમ-કાર્ડની તપાસ કરતાં ખબર પડી હતી કે એ માત્ર પાંચ આપના નેતાઓનાં નામ પર હતાં. સિસોદિયાએ ઈડીને કહ્યું હતું કે સીબીઆઇ દ્વારા જપ્ત કરવામાં આવેલા ફોન અગાઉ વાપરતા, ફોન તૂટી ગયા હતા તેમ જ હવે મારી પાસે નથી. તેમ જ ખરાબ થઈ ગયેલા ફોન હાલ ક્યાં છે એ મને યાદ નથી જેવા જવાબો આપ્યા હતા. ઈડીએ સિસોદિયા દ્વારા નષ્ટ કરી નાખવામાં આવેલા ૧૪ મોબાઇલ ફોનના ખરા માલિકો વિશે જાણકારી મેળવી હતી આ ફોન દેવેન્દ્ર શર્મા, સુધીર કુમાર, જાવેદ ખાન અને રોમાડો ક્લોથ્સ નામક કંપનીના નામ પર છે. રસપ્રદ વાત તો એ હતી કે રોમાડો ક્લોથ્સના નામથી ફોન ખરીદવામાં આવ્યા હતા પરંતુ ચેક બાઉન્સ થયા હતા. ફોનના માલિકે હવે કંપની સામે ચેક બાઉન્સને લઈને કેસ પણ કર્યો છે. સિસોદિયાના અંગત ગણાતા દેવેન્દ્ર ઉર્ફે રિન્કુ આપ નેતા તરફથી જાવેદ ખાનના ફોનનો ઉપયોગ કરતા હતા.