05 April, 2023 09:13 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
મનીષ સિસોદિયા (ફાઈલ તસવીર)
કહેવાતા શરાબ ગોટાળા મામલે પ્રવર્તન નિદેશાલયે દિલ્હીના પૂર્વ ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા વિરુદ્ધ જે કેસ નોંધ્યો છે તેમાં કૉર્ટે તેમને રાહત આપવાની ના પાડી દીધી છે. કૉર્ટે સિસોદિયાની જામીન પર સુનાવણી બાદ તેમને 17 એપ્રિલ સુધી ન્યાયિક અટકમાં મોકલી દીધા છે. નોંધનીય છે કે ઈડી દ્વારા દાખલ કેસમાં આજે સિસોદિયાની ન્યાયિક અટક પૂરી થયા બાદ તેમને રાઉજ એવેન્યૂ કૉર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.
આ પહેલા કૉર્ટે સીબીઆઈ દ્વારા દાખલ ભ્રષ્ટાચાર કેસમાં પણ મનીષ સિસોદિયાને 17 એપ્રિલ સુધી ન્યાયિક અટકમાં મોકલ્યા છે. એવામાં હવે તેમનું 17 એપ્રિલ પહેલા જેલમાંથી બહાર આવી શકવું મુશ્કેલ છે.
મનીષ સિસોદિયાના વકીલ વિવેક જૈને કૉર્ટમાં દલીલો રજૂ કરતા કહ્યું કે મનીષ સિસોદિયા અને તેમના પરિવારના અકાઉન્ટમાં એક પણ પૈસો નથી આવ્યો. ઈડીએ તેમના ઘરે દરોડા પણ પાડ્યા હતા અને બેન્ક અકાઉન્ટ પણ ચેક કર્યા હતા. અહીં સુધી કે તે સિસોદિયાના પૈતૃક રહેઠાણે પણ ગયા. જ્યાં સુધી મની લૉન્ડ્રિંગની વાત છે તો તેમના વિરુદ્ધ આમાં કોઈ કેસ બનતો જ નથી.
વકીલ વિવેક જૈને કહ્યું, મનીષ વિરુદ્ધ પીએમએલની કલમોમાં કોઈ કેસ નથી. પીએમએલએ એક્ટની કલમ 45 તેમના વિરુદ્ધ ત્યારે જ લાગે જ્યારે કલમ 3 હેઠળ તેમના વિરુદ્ધના કોઈ ગુના સામે આવશે.
સિસોદિયાના વકીલની ચર્ચા પૂરી થયા બાદ ઈડીના વકીલે કહ્યું કે અમે તાજેતરના પુરાવા એકઠા કરવામાં લાગેલા છીએ. હજી પણ આ મામલે કંઈક મહત્વપૂર્ણ પુરાવા છે જે સામે નથી આવ્યા.
આ પણ વાંચો : હજી પણ જેલમાં જ રહેવું પડશે મનીષ સિસોદિયાને, 17 એપ્રિલ સુધી કોર્ટે લંબાવી કસ્ટડી
બન્ને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ કૉર્ટે સિસોદિયાની જામીન પર દલીલ માટે 12 એપ્રિલની તારીખ નક્કી કરી છે. તો સીબીઆઈ કેસ બાદદ હવે ઈડી દ્વારા દાખલ કેસમાં સિસોદિયાની ન્યાયિક અટકને 17 એપ્રિલ સુધી લંબાવી દેવામાં આવી છે.