Delhi: વધી શકે છે સિસોદિયાની મુશ્કેલીઓ, શરાબ નીતિ મામલે CBIની ચાર્જશીટમાં નામ

25 April, 2023 04:55 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

શરાબ નીતિ મામલે સીબીઆઈ (CBI)ની ચાર્જશીટમાં પહેલીવાર મનીષ સિસોદિયાનું નામ નોંધવામાં આવ્યું છે. સીબીઆઈએ મંગળવારે (25 એપ્રિલ)ના રોજ દિલ્હી રાઉજ એવેન્યૂ કૉર્ટમાં સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ દાખલ કરી છે.

મનીષ સિસોદિયા (ફાઈલ તસવીર)

દિલ્હીના (Delhi) પૂર્વ ડિપ્ટી સીએમ મનીષ સિસોદિયાની (Manish Sisodia) મુશ્કેલીઓ વધતી જાય છે. હવે શરાબ નીતિ મામલે સીબીઆઈ (CBI)ની ચાર્જશીટમાં પહેલીવાર મનીષ સિસોદિયાનું નામ નોંધવામાં આવ્યું છે. સીબીઆઈએ મંગળવારે (25 એપ્રિલ)ના રોજ દિલ્હી રાઉજ એવેન્યૂ કૉર્ટમાં સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં મનીષ સિસોદિયા, બુચ્ચી બાબૂ, અર્જુન પાંડે અને અમનદીપ ઢલને આરોપી બનાવવામાં આવ્યા છે.

હકિકતે સીબીઆઈ શરાબ નીતિમાં થયેલ કહેવાતી અનિયમિતતાને લઈને તપાસ કરી રહી છે. આને લઈને કેન્દ્રીય તપાસ એજન્સીઓએ 26 ફેબ્રુઆરીના રોજ દિલ્હીના પૂર્વ ડિપ્ટી સીએમ સિસોદિયાની ધરપકડ કરી હતી. ઈડી પણ આબકારી નીતિ સાથે જોડાયેલ મની લૉન્ડ્રિંગ મામલે સિસોદિયાની પૂછપરછ કરતા દાવો કરી રહી છે કે આબકારી નીતિમાં થયેલ ભ્રષ્ટાચારમાં સિસોદિયા જ મુખ્ય ષડયંત્રકર્તા છે.

આરોપ છે કે દિલ્હી સરકારની 2021-22ની આબકારી નીતિમાં શરાબ વેપારીઓને લાઈસન્સ આપવા માટે કેટલાક ડીલરોને લાભ પહોંચાડવામાં આવ્યો. જેમણે કહેવાતી રીતે આ માટે લાંચ આપી હતી. આ દરમિયાન મંગળવારે મનીષ સિસોદિયાની પત્નીને હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. તે ઑટોઇમ્યૂન ડિસઑર્ડરથી પીડિત છે.

આ પણ વાંચો : સંજય રાઉતના `ડેથ વૉરન્ટ`વાળા નિવેદન પર ફડણવીસનો પલટવાર

મનીષ સિસોદિયાની ધરપકડ બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને સિસોદિયાના નિવાસસ્થાને તેમની પત્ની સાથે મુલાકાત કરી દરેક શક્ય મદદનું આશ્વાસન આપ્યું હતું. કેજરીવાલે કહ્યું હતું કે સીમા સિસોદિયા એક ખૂબ જ ગંભીર બીમારીથી પીડાય છે. મનીષ સિસોદિયાનો દીકરો ભણવા માટે વિદેશમાં ગયો છે.

directorate of enforcement Crime News crime branch central bureau of investigation manish sisodia delhi delhi news new delhi arvind kejriwal