23 January, 2025 08:13 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
અરવિંદ કેજરીવાલ અને સીએમ યોગીએ મહાકુંભમાં સ્નાન કર્યું હતું (ફાઇલ તસવીર)
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ (Delhi Elections 2025) યોજાયો છે, તો યુપીને અડીને આવેલા દિલ્હીમાં ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને લઈને અરવિંદ કેજરીવાલ તેમની આમ આદમી પાર્ટી (AAP) ના પ્રચાર માટે વિરોધી બીજેપી અને તેના નેતાઓ પર જોરદાર ટીકા કરી રહ્યા છે. કેજરીવાલની આ ટીકા સામે ભાજપે પણ તેમના મહારથી નેતાઓની રેલી યોજવાની શરૂઆત કરી છે. આ રેલીમાં આજે યુપીના સીએમ યોગી આદિત્યનાથ પણ જોડાયા હતા, અને તેમણે મહાકુંભનો ઉલ્લેખ કરી આપના અરવિંદ કેજરીવાલ પર જોરદાર ટીકા કરી તેમને એક ચેલેન્જ આપ્યું છે.
યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે, ગુરુવારે દિલ્હીમાં (Delhi Elections 2025) ભાજપની રેલી દરમિયાન, AAP અને તેના વડા, અરવિંદ કેજરીવાલ પર અનેક શાબ્દિક પ્રહારો કર્યા હતા. સીએમ યોગીએ આપ પર છેલ્લા એક દાયકામાં દિલ્હીના વિકાસમાં અવરોધનો આરોપ લગાવ્યો હતી. યોગીએ પાટનગરમાં ભાજપની "ડબલ એન્જિન" સરકાર લાગુ કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. યુપીના સીએમએ આરોપ લગાવ્યો કે AAP અને તેના મંત્રીઓ દિલ્હીના ઓખલા વિસ્તારમાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાઓને વસાવવામાં મદદ કરી રહ્યા છે. તેમણે પવિત્ર યમુના નદીને કથિત રીતે "ગંદા ગટર"માં ફેરવવા માટે કેજરીવાલને દોષી ઠેરવ્યા અને તેને "પાપ" ગણાવ્યું. મહાકુંભનો ઉલ્લેખ કરતાં સીએમ યોગીએ કહ્યું "ગઈ કાલે, મેં મારા તમામ મંત્રીઓ સાથે પ્રયાગરાજના સંગમમાં પવિત્ર સ્નાન કર્યું જ્યાં મહાકુંભ ચાલી રહ્યો છે. હું કેજરીવાલને પૂછવા માગુ છું કે શું તેઓ તેમના મંત્રીઓ સાથે દિલ્હીની યમુના નદીમાં સ્નાન કરી શકે છે. જો તેમની પાસે નૈતિક હિંમત હોય તો તેમણે જવાબ આપવો જોઈએ..."
યોગીએ દાવો કર્યો હતો કે AAP સરકારે દિલ્હીને (Delhi Elections 2025) "કચરાના ઢગલા" માં ફેરવી દીધું છે અને સ્વચ્છ પાણી, વીજળી જેવી આવશ્યક સેવાઓની અવગણના કરી છે અને સબસિડીનું વચન આપ્યું છે જે ક્યારેય લોકોને પહોંચાડવામાં આવી નથી. તેમણે રાષ્ટ્રીય રાજધાનીમાં રસ્તાઓની નબળી સ્થિતિ, સ્વચ્છતા, પીવાના પાણીની સમસ્યાઓ અને ગટરના ઓવરફ્લો માટે પણ AAPની ટીકા કરી હતી. યોગીએ ઉત્તર પ્રદેશ અને દિલ્હી વચ્ચેની સરખામણી આગળ કરીને દાવો કર્યો હતો કે યુપીના નોઈડા અને ગાઝિયાબાદના રસ્તાઓ રાષ્ટ્રીય રાજધાની કરતાં વધુ સારા છે. તેમણે પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ પર પણ પ્રકાશ પાડ્યો, તેના માપ અને મહત્ત્વની પ્રશંસા કરી. યોગી આદિત્યનાથના ભાષણે 5 ફેબ્રુઆરીએ દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા કિરારી વિસ્તારમાં તેમની પ્રથમ રેલીને ચિહ્નિત કરી હતી, જેના પરિણામો 8 ફેબ્રુઆરીએ જાહેર થવાના હતા. દરમિયાન, અરવિંદ કેજરીવાલે યુપીના સીએમ પર નિશાન સાધ્યું, યુપીમાં સરકારી શાળાઓની સ્થિતિ વિશે પૂછ્યું અને યોગી આદિત્યનાથની ટીકા કરી. "યોગી સરકાર 10 વર્ષથી વધુ સમયથી સત્તામાં છે, તેઓ સરકારી શાળાઓને ઠીક કરવામાં સક્ષમ નથી," એમ કેજરીવાલે કહ્યું.