વડા પ્રધાન મોદી વિશે BBCની ડૉક્યુમેન્ટરીનો કેસ ૧૮ ડિસેમ્બર સુધી મુલતવી રાખવામાં આવ્યો

28 August, 2024 10:40 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ડૉક્યુમેન્ટરી ઇન્ડિયા : ધ મોદી ક્વેશ્ચન વિશેની મેટરની સુનાવણી દિલ્હીની રોહિણી કોર્ટે ૧૮ ડિસેમ્બર સુધી મુલતવી રાખી હતી

નરેન્દ્ર મોદીની ફાઇલ તસવીર

વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે BBC (બ્રિટિશ બ્રૉડકાસ્ટિંગ કૉર્પોરેશન) દ્વારા તૈયાર કરવામાં આવેલી ડૉક્યુમેન્ટરી ઇન્ડિયા : ધ મોદી ક્વેશ્ચન વિશેની મેટરની સુનાવણી દિલ્હીની રોહિણી કોર્ટે ૧૮ ડિસેમ્બર સુધી મુલતવી રાખી હતી. ઍડિશનલ ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ રુચિકા સિંગલાએ અરજદાર સાથે પ્રક્રિયા દાખલ કરવા માટે એક અઠવાડિયાનો સમય આપ્યો હતો. આ કેસ વડા પ્રધાન મોદી વિશેની ડૉક્યુમેન્ટરી પર પ્રતિબંધને લગતો છે. કોર્ટે ૨૯ એપ્રિલે આ કેસમાં BBCને એના યુનાઇટેડ કિંગડમ (UK)ના ઍડ્રેસ પર નવા સમન્સ મોકલ્યા હતા.

narendra modi bbc india national news