દિલ્હીના કોચિંગ સેન્ટરની ઘટનામાં બચી ગયેલા વિદ્યાર્થીએ શૅર કર્યો હોનારતનો વીડિયો

29 July, 2024 05:10 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Delhi Coaching Centre Flood: આ દુર્ઘટનામાં બચી ગયેલા પીડિત હૃદેશ ચૌહાણે આ ઘટનાનો શૉકિંગ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શૅર કર્યો છે.

દિલ્હીના કોચિંગ સેન્ટરની ઘટના બાદ સુરક્ષા વધારવામાં આવી હતી (તસવીર સૌજન્ય PTI)

દેશના પાટનગર નવી દિલ્હીમાં શનિવારે ભારે વરસાદને કારણે એક કોચિંગ સેન્ટરના બેસમેન્ટમાં (Delhi Coaching Centre Flood) પાણી ભરાયા બાદ તેમાં ડૂબી જતાં ત્રણ UPSC ની તૈયારી કરનાર વિદ્યાર્થીઓએ તેમના જીવ ગુમાવ્યા હતા. નવી દિલ્લીના રાજીન્દર નગરમાં કોચિંગ સેન્ટરના બેસમેન્ટની ગટર ભારે વરસાદને કારણે ફટયા બાદ તેમાં પૂર આવી જતાં અનેક વિદ્યાર્થીઓ ત્યાં ફસાઈ ગયા હતા. આ ઘટના શનિવારે સાંજે 7.00 વાગ્યાની આસપાસ બની હતી.

UPSC ના વિદ્યાર્થીઓની મોત મામલે દેશના હજારો UPSC ના ઉમેદવારો (Delhi Coaching Centre Flood) વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, આ સાથે કોચિંગ સેન્ટરનો મુદ્દો આજે સંસદ ભવનમાં પણ ગાજયો હતો. જો કે હવે આ ગંભીર દુર્ઘટનામાં બચી ગયેલા પીડિત હૃદેશ ચૌહાણે આ ઘટનાનો શૉકિંગ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શૅર કર્યો છે. આ વાયરલ વીડિયોમાં પૂરની પાણી ભરાતું જોવા મળી રહ્યું છે. જેમાં કેટલાક વિદ્યાર્થીઓ ઘટનાસ્થળેથી ભાગતા દેખાઈ રહ્યા છે, જ્યારે કેટલાક લોકો એક વ્યકતીને પાણીમાંથી બહાર કાઢવામાં મદદ કરી રહ્યા હોવાનું પણ દેખાઈ રહ્યું છે.

સોશિયલ મીડિયા પર આ વીડિયોને શૅર (Delhi Coaching Centre Flood) કરીને હૃદેશ ચૌહાણે લખ્યું કે બેસમેન્ટમાં માત્ર દસ મિનિટમાં જ પાણી ભરાઈ ગયું. આ ઘટના સાંજે 6.40 વાગ્યે બની હતી અને પોલીસ અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) ને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. જો કે, તેઓ રાત્રે 9.00 વાગ્યા પછી જ અહીં આવ્યા હતા, જેના કારણે ત્રણ UPSC ઉમેદવારોના મોત થયા હતા. ચૌહાણે એ પણ ઉલ્લેખ કર્યો કે વધુ ત્રણ લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ વીડિયોને 12,09,000 થી વધુ વ્યૂઝ મળ્યા તેમ જ વીડિયો જોઈને અનેક લોકોએ અધિકારીઓની ટીકા (Delhi Coaching Centre Flood) કરી છે. પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા એક યુઝરે લખ્યું, "આ એકદમ ભયાનક છે". તો બીજાએ ટિપ્પણી કરી, "શું અમે આ માટે ન્યાયિક પ્રણાલીને જવાબદાર ગણી શકીએ?" "@DelhiPolice તમે સમયસર કેમ ન પહોંચ્યા? અને હવે તમે કોચિંગ સેન્ટર પર FIR નોંધાવશો!”. ત્રીજાએ પ્રતિક્રિયા આપી કે "યુવાન જીવનની ખોટ પરિવાર માટે દુઃખદાયક છે. ભગવાન તેમને નુકસાન સહન કરવામાં મદદ કરે. આ ભૂલ માટે દોષિતો સામે ગુનો નોંધવો જરૂરી છે. રાજકીય પક્ષો વધુ સારી રીતે દોષની રમત બંધ કરે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળવા માટે નાગરિક સ્થિતિ સુધારે“.

શનિવારે રાત્રે ઘટના સ્થળે હાજર વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, બેસમેન્ટમાં કોચિંગ સેન્ટરની લાઇબ્રેરી (Delhi Coaching Centre Flood) હતી, જ્યાં વિદ્યાર્થીઓ ભણવા માટે જતા હતા. બેસમેન્ટમાં લગભગ 10-12 ફૂટ પાણી ભરાઈ ગયું હતું, જેના કારણે વિદ્યાર્થીઓને બચવાની કોઈ તક મળી ન હતી. જૂના રાજીન્દર નગરની સૌથી નજીકના હવામાન વિભાગના PUSA વેધર સ્ટેશને સાંજે 5.30 થી 8.30 વાગ્યાની વચ્ચે 31.5 મીમી વરસાદની નોંધ કરી હતી.

new delhi viral videos social media twitter parliament delhi news national news