Delhi Coaching Centre Flood: કૉચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં પાણી ભરાયાં, અનેક સ્ટુડન્ટ્સ ગુમ, ૩ની લાશ મળી

28 July, 2024 12:25 PM IST  |  Delhi | Gujarati Mid-day Online Correspondent

Delhi Coaching Centre Flood: આ ઘટના કેવી રીતે બની તેની તપાસ કરવા માટે મેજિસ્ટ્રિયલ તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.

વિદ્યાર્થીઓનાં મોતની પ્રતીકાત્મક તસવીર

દિલ્હીમાંથી ફરી એકવાર હચમચાવી મૂકતાં સમાચાર સામે આવી રહ્યા છે. દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્ર નગર સ્થિત રાવ IAS કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં પાણી (Delhi Coaching Centre Flood) ભરાવાને કારણે ત્રણ વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા હોવાનું સામે આવ્યું છે. 

હજી તો લાપતા સ્ટુડન્ટ્સ મળે પછી ખબર પડે કે કેટલો છે મૃત્યુઆંક?

તમને જણાવી દઈએ કે બેઝમેન્ટમાં પાણી ભરાયાં બાદ અનેક વિદ્યાર્થીઓ લાપતા છે. તે તમામ વિદ્યાર્થીની લાશની શોધખોળ ચાલી રહી છે. મોડી રાત સુધી એનડીઆરએફની ટીમનું રેસ્ક્યુ ઓપરેશન ચાલુ હતું. દિલ્હી સરકારે ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ સુદ્ધાં આપી દીધા છે.

અત્યારે મોટા પ્રમાણમાં મોટરો દ્વારા પાણી (Delhi Coaching Centre Flood) બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ત્રણ વિદ્યાર્થીઓનાં મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે આ ઘટનામાં એફઆઈઆર નોંધવામાં આવી છે.

આ આખી જ ઘટનાસ્થળના વિઝ્યુઅલ પણ સોશિયલ મીડિયામાં વહેતા થયા હતા. જેમાં જોઈ શકાય છે કે રાઉના IAS સ્ટડી સર્કલના બેઝમેન્ટમાં પાણી ભરાયેલું છે. ગઇકાલે જ ફાયર બ્રિગેડના અધિકારીઓએ અહીં  શનિવારે સાંજે 7:19 વાગ્યે આવીને બચાવ કામગીરી શરૂ કરી દીધી અને જએ આખી રાત ચાલી હતી. આ કામગીરી માટે પાંચ ફાયર એન્જિન મોકલવામાં આવ્યા હતા. અત્યાર સુધી ૩ વિદ્યાર્થીઓ મૃત હાલતમાં મળી આવ્યા છે.

આતિશીએ પણ આ મુદ્દે એક્સ પર લખ્યું 

"આ ઘટના કેવી રીતે બની તેની તપાસ કરવા માટે મેજિસ્ટ્રિયલ તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઘટના માટે જે પણ જવાબદાર હશે તેને બક્ષવામાં આવશે નહીં," એમ આતિશીએ પોતાના એક્સ અકાઉન્ટ પર લખ્યું હતું. 

આપ સરકારને દોષી ઠેરવાઈ

આ સાથે જ દિલ્હી બીજેપીના વડા વિરેન્દ્ર સચદેવા અને નવી દિલ્હીના સાંસદ બંસુરી સ્વરાજે તો ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને આ ઘટના માટે AAP વહીવટીતંત્રને દોષી ઠેરવ્યું હતું, જણાવ્યું હતું કે સ્થાનિક ધારાસભ્યએ ગટરોની સફાઈ માટે સ્થાનિકો દ્વારા વારંવારની અપીલને અવગણી હતી જેને કારણે આ પરિણામ (Delhi Coaching Centre Flood) આવ્યું છે.

અનેક વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન, કોચિંગ સેન્ટરના માલિકની ધરપકડ 

દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્ર નગર કોચિંગ સેન્ટરની આ ભયાવહ ઘટના (Delhi Coaching Centre Flood)ને પગલે કોચિંગ સેન્ટરના માલિક અને સંયોજકની ધરપકડ કરવામાં આવી હોવાની વાત દિલ્હી પોલીસ દ્વારા જણાવવામાં આવી છે. કારણકે અનેક વિદ્યાર્થીઓએ એમસીડી અને કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ સામે વિરોધ દર્શાવ્યો હતો. તેઓનાં સખત વિરોધ થકી રોષ ઠળવવામાં આવી રહ્યો છે. અને મૃતકોને ન્યાય મળી રહે એ માટે વિરોધ પ્રદર્શન ચાલુ જ છે. ગઈકાલે બેઝમેન્ટમાં પૂર આવ્યા બાદ ત્રણ વિદ્યાર્થીઓએ દુઃખદ રીતે જીવ ગુમાવ્યો હતો જે ખરેખર ભયાવહ ઘટના છે.

national news delhi new delhi Crime News delhi police monsoon news