`PM અનુભવહીન` : રામલીલા મેદાનમાં કેજરીવાલે કહ્યું - દરેક મોર્ચા પર નિષ્ફળ મોદી...

11 June, 2023 10:22 PM IST  |  Delhi | Gujarati Mid-day Online Correspondent

કેજરીવાલે કહ્યું કે સુપ્રીમ કૉર્ટે 11 મેના દિલ્હીના લોકોના હકમાં નિર્ણય આપ્યો, પણ 19 મેના કેન્દ્ર સરકારે અધ્યાદેશ લાવીને સુપ્રીમ કૉર્ટના આદેશને ફગાવી દીધો. આ રીતે દેશમાં જનતંત્ર ખતમ થઈ રહ્યું છે.

અરવિંદ કેજરીવાલ (ફાઇલ તસવીર)

કેજરીવાલે (Arvind Kejriwal) કહ્યું કે સુપ્રીમ કૉર્ટે (Supreme Court) 11 મેના દિલ્હીના (Delhi) લોકોના હકમાં નિર્ણય આપ્યો, પણ 19 મેના કેન્દ્ર સરકારે અધ્યાદેશ લાવીને સુપ્રીમ કૉર્ટના (Supreme Court) આદેશને ફગાવી દીધો. આ રીતે દેશમાં જનતંત્ર ખતમ થઈ રહ્યું છે.

આમ આદમી પાર્ટીએ (Aam Aadmi Party) કેન્દ્ર સરકારના અધ્યાદેશ લાવવાના નિર્ણય વિરુદ્ધ રવિવારે રામલીલા મેદાનમાં (Ram Leela Maidan) મહારેલી કરીને શક્તિ પ્રદર્શન કર્યું. આ દરમિયાન આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party) નેતાઓએ દિલ્હી (Delhi) સંબંધે ભાજપની કેન્દ્ર સરકારના વલણને લઈને ખૂબ જ નારાજગી વ્યક્ત કરી. આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party) સંયોજક અને દિલ્હીના (Delhi Chief Minister) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) કેન્દ્ર સરકાર પર ખૂબ જ હુમલાવર રહ્યા. તેમણે કહ્યું કે 12 વર્ષ પહેલા અમે આ રામલીલા મેદાનમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ એકઠાં થયા હતા અને આજે અહીં એક અહંકારી તાનાશાહને આ દેશમાંથી ખસેડવા અને તાનાશાહીને ખતમ કરવા એકઠાં થયા છે. તે સમયે ભ્રષ્ટાચાર વિરુદ્ધ અમારું આંદોલન સફળ થયું હતું. હવે આ જ રીતે દેશમાંથી તાનાશાહી ખતમ કરવા અને સંવિધાનને બચાવવા માટે શરૂ થયેલ આ આંદોલલનને પણ ટૂંક સમયમાં જ સફળતા મળશે. તેમણે ફરી એકવાર એક રાજાની સ્ટોરીના માધ્યમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (Prime Minister Narendra Modi) અનુભવહીન તેમજ દરેક મોરચે નિષ્ફળ જાહેર કર્યા.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) કહ્યું કે કેન્દ્ર સુપ્રીમ કૉર્ટના (Supreme Court) આદેશને રદ કરવા માટે જે અધ્યાદેશ લાવી છે, તે યોગ્ય છે કે ખોટું? આને સમજાવવા માટે તેમણે નેતાઓ જ નહીં, પણ વરિષ્ઠ અધિવક્તા કપિલ સિબ્બલને બોલાવ્યા અને તેમણે આ મામલે ઝીણવટથી સમજાવતા આને કેન્દ્ર સરકારનો ખોટો નિર્ણય જાહેર કર્યો. જો કે, આજે રામલીલા મેદાનમાંથી સંવિધાનને બચાવવાનું આંદોલન શરૂ થઈ રહ્યું છે અને આ મામલે અમને ખૂબ જ જલ્દી સફળતા મળશે.

કેજરીવાલે (Arvind Kejriwal) કહ્યું કે સુપ્રીમ કૉર્ટે 11 મેના દિલ્હીના(Delhi) લોકોના હકમાં નિર્ણય આપ્યો, પણ 19 મેના રોજ કેન્દ્ર સરકારે અધ્યાદેશ લાગુ પાડીને સુપ્રીમ કૉર્ટના (Supreme Court) આદેશને ફગાવી દીધો. આ રીતે તો દેશનું જનતંત્ર ખતમ થઈ રહ્યું છે, જ્યારે સુપ્રીમ કૉર્ટે પોતાના આદેશમાં કહ્યું કે જનતા સુપ્રીમ છે અને કેન્દ્ર સરકારનો અધ્યાદેશ કહે છે તે દિલ્હીની (Delhi) જનતા નથી, પણ ઉપરાજ્યપાલ સુપ્રીમ છે. આ રીતે કેન્દ્ર સરકારે દિલ્હીની જનતાનું અપમાન કર્યું છે, જેને તે સાખી નહીં લે. આ અધ્યાદેશને અમે રદ અને સુપ્રીમ કૉર્ટના આદેશને લાગુ કરાવીને રહેશું.

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજ્યસભામાં નિર્દળીય સભ્ય કપિલ સિબ્બલે કેન્દ્ર સરકારના દિલ્હી સરકાર પાસેથી સત્તા છીનવી લેવાના નિર્ણયની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટના મતે નોકરશાહ દિલ્હી સરકારને જવાબદાર છે, પરંતુ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના (Supreme Court) નિર્ણયને સ્વીકાર્યો નહીં અને વટહુકમ લાવી. આટલું જ નહીં, સેવાઓની બાબતો માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી અને સમિતિમાં નોકરશાહી મુખ્યમંત્રી કરતાં વધુ સત્તાનો ઉપયોગ કરશે. આ સિવાય લેફ્ટનન્ટ ગવર્નરને સત્તા આપવામાં આવી હતી.

આ પણ વાંચો : બિપરજૉય તોફાન : 15 જૂનના રોજ ગુજરાત તટ સાથે અથડાવાની શક્યતા

પંજાબના (Punjab) મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે દેશ અને લોકતંત્રમાં જોખમ પ્રવેશ કરી ચૂક્યું છે. આ કારણે આ રેલી કરવામાં આવી છે. જો કે હવે જનતાએ જાગવું જ પડશે અને દેશને બચાવવા માટે 140 કરોડ જનતાએ સામે આવવું પડશે. કારણકે વર્ષ 2024માં જો મોદી (Narendra Modi) ચૂંટણી જીતી ગયા તો ત્યાર બાદ ફરી ચૂંટણી નહીં થાય. નરેન્દ્ર મોદી (Narendra Modi) મટીને નરેન્દ્ર પુતિન બની જશે. તેમણે કહ્યું કે પંજાબ (Punjab) સંપૂર્ણ રાજ્ય હોવા થતાં તેમને કેન્દ્ર સરકાર કામ કરવા નથી આપી રહી. આપ નેતા તેમજ રાજ્યસભા સાંસદ સંજય સિંહે કહ્યું કે કેન્દ્ર સરકારના અધ્યાદેશ વિરુદ્ધ આખા દેશમાં આંદોલન શરૂ કરવાની જરૂર છે, કારણકે દિલ્હીના (Delhi) બે કરોડો લોકોનો અધિકાર છીનવી લેવો સ્વીકાર્ય નથી. રાજ્યસભામાં જ્યારે આ બિલ આવશે તો બધા વિપક્ષી દળો મળીને આ બિલને પાડવાનું કામ કરશે.

arvind kejriwal narendra modi supreme court ramlila maidan delhi news aam aadmi party new delhi national news