દિલ્હી બ્લાસ્ટ કેસમાં પોલીસે ટેલિગ્રામને લેટર લખીને એક ચૅનલની જાણકારી માગી

22 October, 2024 08:59 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આ ટેલિગ્રામ ચૅનલે દાવો કર્યો હતો કે આ બ્લાસ્ટમાં ખાલિસ્તાની સમર્થક ગ્રુપનો હાથ છે

ટેલિગ્રામ ચૅનલ પર બ્લાસ્ટનાં CCTV ફુટેજ શૅર કરવામાં આવ્યાં હતાં

રવિવારે સવારે દિલ્હીના રોહિણી વિસ્તારમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની એક સ્કૂલની બહાર થયેલા બ્લાસ્ટ વિશે દિલ્હી પોલીસે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ટેલિગ્રામને પત્ર લખીને એક ચૅનલની જાણકારી માગી છે. આ ટેલિગ્રામ ચૅનલ પર બ્લાસ્ટનાં CCTV ફુટેજ શૅર કરવામાં આવ્યાં હતાં. આ ટેલિગ્રામ ચૅનલે દાવો કર્યો હતો કે આ બ્લાસ્ટમાં ખાલિસ્તાની સમર્થક ગ્રુપનો હાથ છે. જોકે ટેલિગ્રામે હજી સુધી આ સંબંધિત જાણકારી આપી નહીં હોવાનું જાણવા મળે છે.

આ ધડાકો કરવા માટે ક્રૂડ બૉમ્બનો વપરાશ કરાયો હોવાનું મનાય છે અને ઘટનાસ્થળેથી પોટૅશિયમ ક્લોરેટ અને હાઇડ્રોજન પૅરોક્સાઇડના અંશ ઉપરાંત કેટલાક ઇલેક્ટ્રિક વાયર્સ મળી આવ્યા છે.

દિલ્હી પોલીસ આ કેસમાં તમામ સંભવિત ઍન્ગલ પર તપાસ કરી રહી છે. આ કેસની તપાસ નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) પણ કરી શકે એમ છે.

bomb threat new delhi delhi police national news