05 December, 2024 05:09 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
પંકજ ત્રિપાઠીના વીડિયો સાથે છેડછાડ કરીને આપ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો.
દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલા આમ આદમી પાર્ટી (AAP) (Delhi Assembly Elections 2025) અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે જોરદાર રાજકીય સંઘર્ષ જોવા મળી રહ્યો છે. શેરીઓથી લઈને સોશિયલ મીડિયા સુધી બન્ને પક્ષો એકબીજાની ટીકા કરવાના દરેક પ્રયત્નો કરી રહ્યા છે. આવી જ એક ટીકા પ્રયાસમાં AAP પોતે મુશ્કેલીમાં ફસાયેલી જોવા મળી રહી છે. પાર્ટી પર અભિનેતા પંકજ ત્રિપાઠીના એક વીડિયો સાથે છેડછાડનો આરોપ કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો શૅર થતાની સાથે જ સેંકડો યુઝર્સે AAPની ટીકા કરી હતી અને આ મોકાનો ફાયદો ઉઠાવતા ભાજપે પણ આપ પર જોરદાર વળતો પ્રહાર કર્યો છે.
આ વીડિયો ખરેખર, લોકોને ઓનલાઇન (Delhi Assembly Elections 2025) છેતરપિંડીથી બચાવવા માટે, NPCI દ્વારા `હું મૂર્ખ નથી` અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ જાહેરખબરમાં, અભિનેતા પંકજ ત્રિપાઠી લોકોને UPI ચુકવણીમાં છેતરપિંડીથી સાવધાન કરતાં જોવા મળે છે. આમ આદમી પાર્ટીએ ગુરુવારે તેના સત્તાવાર એક્સ હેન્ડલ (પૂર્વે ટ્વિટર) પર આ જાહેરખબરમાંથી એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં પંકજ ત્રિપાઠીનો અવાજ બદલીને આપ દ્વારા ભાજપ વિરુદ્ધ કરવામાં આવ્યો છે. એવું લાગે છે કે પંકજ ત્રિપાઠી લોકોને ભાજપથી દૂર રહેવાની સલાહ આપી રહ્યા છે.
જોકે, અનેક સોશિયલ યૂઝર્સે (Delhi Assembly Elections 2025) આ વીડિયો સાથે છેડછાડ કરવામાં આવી છે એ સમજી લીધું હતું. જ્યારે ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે AAPને આ પ્રકારની છેતરપિંડીથી બચવાની સલાહ આપી હતી, તો ઘણા લોકોએ પંકજ ત્રિપાઠીને ટેગ કરીને લખ્યું હતું કે તેણે આ મામલે આપસ અમે કાનૂની કાર્યવાહી કરવી જોઈએ. દિલ્હી ભાજપ અને તેના ઘણા નેતાઓએ આ વીડોયો સામે વાંધો ઉઠાવી આપ પર પણ વળતો પ્રહાર કર્યો. વિવાદને જોતા AAPએ આ વીડિયોને તેમના મુખ્ય હેન્ડલ પરથી હટાવી દીધો છે. જોકે, પાર્ટીના અન્ય ઘણા પેજ અને સમર્થકો હજુ પણ તેને શૅર કરી રહ્યા છે.
અસલી અને નકલીનો આ વીડિયો શૅર કરતી વખતે દિલ્હી બીજેપીએ (Delhi Assembly Elections 2025) લખ્યું, `ચોરને ચોરી કરીને જવું જોઈએ, હેરાફેરી કરીને નહીં. જુવો છેતરપિંડી કરનારની નવી છેતરપિંડી. જોકે કેજરીવાલ અને AAPનું સમગ્ર રાજકારણ જુઠ્ઠાણા, છેતરપિંડી, પ્રચાર, ભ્રષ્ટાચાર અને છેતરપિંડી પર આધારિત છે, પરંતુ હવે ચૂંટણીની સાથે છેતરપિંડીનું એક અલગ સ્તર દેખાવા લાગ્યું છે. જે 10 વર્ષમાં દિલ્હી માટે કંઈ નથી કરી શક્યો તેને માત્ર ડીપ ફેક વીડિયોનો સહારો છે. ચંદ્ર-તારા તોડવાના સપનાને દિલ્હીને વેચનાર ધૂર્તકે દિલ્હીને નરકમાં ફેરવી દીધી છે. ફેકવાલ પાસે મુદ્દાઓ પર કોઈ જવાબ નથી. જો તે હતું, તો પછી મને કહો કેમ?