Dausa News: જાનૈયાઓ જાન બચાવવા બારીમાંથી કૂદ્યા, બસ આગમાં થઈ ભડથું

19 February, 2024 10:00 AM IST  |  Rajasthan | Gujarati Mid-day Online Correspondent

Dausa News: જાનૈયાઓથી ભરેલી બસનો ભયંકર અકસ્માત થયો હતો. જિલ્લાના માનપુર વિસ્તારમાં જાનૈયાઓની બસમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.

આગની પ્રતીકાત્મક તસવીર

રાજસ્થાનના દૌસા જિલ્લા (Dausa News)માં રવિવારે મોડી રાત્રે એક કંપાવનારા સમાચાર સામે આવ્યા હતા. અહીં એક જાનૈયાઓથી ભરેલી બસનો ભયંકર અકસ્માત થયો હતો. જિલ્લાના માનપુર વિસ્તારમાં જાનૈયાઓની બસમાં  ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ લાગતા જ મુસાફરોમાં ફફડાટ ફેલાયો હતો. આ દરમિયાન બસમાં મુસાફરી કરી રહેલા જાનૈયાઓ પોતાની જાન બચાવવા બસમાંથી છલાંગ લગાવતા જોવા મળ્યા હતા. 

જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આ ઘટનાથી વિસ્તાર (Dausa News)માં ખળભળાટ મચી ગયો હતો. જાણકારી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ઘટનાની જાણકારી મેળવી હતી.

બસમાં આગ લાગવાનું કારણ શું? કઈ રીતે લાગી આગ?

પ્રાપ્ત માહિતી અનુસાર જાનૈયાઓની આ બસ લંગરા બાલાજી જઈ રહી હતી. ત્યારે રસ્તામાં શોર્ટ સર્કિટના કારણે બસમાં આગ ફાટી (Dausa News) નીકળી હતી. બસમાં ચારેબાજુ ધુમાડો નીકળતો જોઈને બસમાં મુસાફરી કરી રહેલા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. લગ્નના મહેમાનોએ બસમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ ઘટનામાં બસમાં બેઠેલા તમામ લગ્નના મહેમાનો સુરક્ષિત હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે.

કેટલા જાનૈયાઓ આ બસમાં મુસાફરી કરી રહ્યા હતા?

અચાનક જ ફાટી નીકળેલી આગને કાબુમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે કે આગને કારણે બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. 

જોકે, સદનસીબે બસમાં મુસાફરી કરી રહેલા જાનૈયાઓમાંથી કોઇની જાન ગઈ નથી. પરંતુ બસમાં આગ લાગવાને કારણે તમામ જાનૈયાઓ ડરી ગયા હતા. આગ લાગ્યા બાદ બસની અંદરનો ભાગ ધુમાડાથી ભરાઈ ગયો હતો. જેને કારણે જાનૈયાઓએને શ્વાસ લેવામાં પણ તકલીફ પડવા લાગી હતી. આ દરમિયાન બસમાં મુસાફરી કરી રહેલા 35 જાનૈયાઓએ બસમાંથી જ બહાર કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો.

કેટલાક જાનૈયા કુદી પડ્યા, ડ્રાઇવરે દાખવી સતર્કતા

પ્રાપ્ત માહિતી અનુસાર જાનૈયાઓને ઝડપથી બસમાંથી નીચે ઉતારવામાં આવ્યા હતા. આગની જાણ થતાં જ જાનૈયાઓ બારીમાંથી નીચે કૂદી પડ્યા હતા. જેના કારણે જ જાનૈયાઓનો આબાદ બચાવ થયો હતો. બસના ચાલકે ત્વરિતતા દાખવી હતી અને બસને વસ્તીવાળા વિસ્તારથી દૂર ઉભી રાખી હતી. જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી.

ચારેબાજુ (Dausa News) ચીસાચીસ શરૂ થઈ ગઈ હતી, જોકે, આગ વધૂનડે વધુ ફેલાય તે પહેલાં જાનૈયાઓ કૂદીને ભાગવા લાગ્યા હતા. લગ્ન માટે જઈ રહેલા તમામ મહેમાનો સલામત રીતે બહાર આવવામાં સફળ રહ્યા હતા.

પોલીસ સ્ટેશન (Dausa News)ના અધિકારી જણાવે છે કે, “જાનૈયાઓથી ભરેલી બસમાં આગ લાગવાની માહિતી મળતા તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. બસમાં હાજર તમામ લોકો સુરક્ષિત છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર બસમાં આગ લાગ્યાના થોડા સમય બાદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.”

national news rajasthan fire incident india