દલાઈ લામાએ પોતાના ગણાવ્યા 'ભારતના પુત્ર'

26 December, 2018 12:18 PM IST  | 

દલાઈ લામાએ પોતાના ગણાવ્યા 'ભારતના પુત્ર'

દલાઈ લામાએ પોતાને ગણાવ્યા ભારતના દીકરા

તિબેટીયન ધર્મગુરુ દલાઈ લામા અને ભારતનું આખરે શું કનેક્શન છે? ભારતીય થી લઈને વિદેશ દરેક એ જાણવા માંગે છએ કે આખરે કેમ દલાઈ લામા ભારતને આટલો પ્રેમ કરે છે. આવો જ એક સવાલ ચીની અને અમેરિકી મીડિયાએ દલાઈ લામાને પુછ્યો. તેમનો સવાલ હતો કે ક્યાં કારણે આપ(દલાઈ લામા) પોતાને ભારતના દીકારના રૂપમાં જુઓ છે? દલાઈ લામાએ પણ તેનો દિલચસ્પ જવાબ આપ્યો

'આ રીતે હું ભારતનો દીકરો છું..'

ચીની અને અમેરિકી મીડિયાના આ સવાલ પર દલાઈ લામાએ કહ્યું કે 'મારું મગજ નાલંદાના વિચારોથી ભરેલું છે. અને મારું શરીર ભારતીય વ્યંજન(દાલ-રોટી અને ઢોસા) ખાઈને ચાલી રહ્યું છે. એટલે શારીરિક અન માનસિક રૂપથી હું આ દેશનો છું અને આ રીતે હું ભારતનો દીકરો છું.'

આખરે કેમ ચીન દલાઈ લામાથી ચિડાય છે?

83 વર્ષિય દલાઈ લામા તિબેટના આધ્યાત્મિક નેતા છે, ચીન હંમેશા તિબેટ પર પોતાનો દાવો રજૂ કરતું આવ્યું છે. દલાઈ લામાને હંમેશાથી ભારતને લઈને પ્રેમની ભાવના રહી છે, પણ ચીન તેનાથી ચિડાય છે. દલાઈ લામા જે પણ દેશ જાય છે, ચીન વાંધો ઉઠાવે છે. ચીન દલાઈ લામાને અલગતાવાદી માને છે, તે વિચારે છે કે દલાઈ લામા તેમના માટે સમસ્યા છે.

ભારત અને દલાઈ લામાનો નાતો

13માં દલાઈ લામાએ 1912માં તિબેટને સ્વતંત્ર ઘોષિત કર્યું હતું પરંતું 14માં દલાઈ લામાની ચૂંટણીની પ્રક્રિયા દરમિયાન ચીનના લોકોએ તિબેટ પર આક્રમણ કરી દીધું. તિબેટને આ લડાઈમાં હારનો સામનો કરવો પડ્યો. કેટલાક વર્ષો બાદ પોતાની સ્વતંત્રતાની માંગ કરતા તિબેટના લોકોએ પણ ચીનના શાસનની સામે વિદ્રોહ કરી દીધો, જો કે વિદ્રોહીઓને તેમાં સફળતા ન મળી. જ્યારે દલાઈ લામાને લાગ્યું કે તે ચીનની ચુંગાલમાં ફસાઈ ગયા છે ત્યારે તેઓ ભારત તરફ આવ્યા. વર્ષ 1959માં દલાઈ લામા સામે મોટી સંખ્યામાં તિબેટીયનો ભારત આવ્યા હતા. 

ભારતમાં દલાઈ લામાને શરણ મળવું ચીનને ન ગમ્યું, એ વખતે ચીનમાં માઓત્સે તુંગનું શાસન હતું. દલાઈ લામા અને ચીન વચ્ચે શરૂ થયેલો વિવાદ હજુ સુધી ખતમ નથી થયો. જો કે દલાઈ લામાને દુનિયાભરમાંથી સહાનુભૂતિ મળી, જો કે તો પણ તેઓ દેશનિકાલ જેવી જ જિંદગી જીવી રહ્યા છે. દલાઈ લામા પણ હવે પોતાને ભારતના પુત્ર ગણાવવાથી પાછળ નથી હટતા. આ જ કારણ છે કે દલાઈ લામાના ભારતમાં રહેવાથી ચીન સાથે સંબંધો ખરાબ થતા આવ્યા છે. 1989માં દલાઈ લામાને શાંતિ માટે નોબેલ સન્માન મળી ચુક્યું છે.

national news dalai lama