Cyber Crime: મિસ કૉલથી પણ થઇ શકે છે છેતરપિંડી, આ ભાઈના ગયા 50 લાખ રૂપિયા

13 December, 2022 05:07 PM IST  |  Delhi | Gujarati Mid-day Online Correspondent

ફૉડર્સે OTP વિના પીડિતના ખાતામાંથી 50 લાખ રૂપિયાનું ટ્રાન્જેક્શન કર્યુ, માત્ર મિસ કૉલથી આવું કેવી રીતે થયુ? જાણો

પ્રતીકાત્મક તસવીર

સાઈબર ક્રાઈમ(Cyber Crime)ની ઘટનાઓ સતત વધી રહી છે. કેટલીક વાર OTP શેર ન કરવાની ચેતવણી આપવામાં આવે છે અને આપણે આવું કરવાનું ટાળી છીએ. પરંતુ ઘણી વાર OTP શેર કર્યા વિના માત્ર મિસ્ડ કૉલથી પણ તમે છેતરપિંડીનો શિકાર બની શકો છે. દિલ્હી (Delhi)માં એક એવો જ કિસ્સો સામે આવ્યો છે. ટેક્નોલોજીના વિકાસ સાથે સાથે સાઈબર ફ્રોડમાં પણ લોકો એડવાન્સ થઈ ગયા છે. 

દિલ્હીમાં એક વ્યક્તિના ખાતામાંથી 50 લાખ રૂપિયા અચાનક ગાયબ થઈ ગયા. તેના ફોનમાં માત્ર મિસ કૉલ આવ્યો હતો. ફ્રોડર્સે તેની પાસેથી OTP  માંગ્યા વિના કેટલાય ટ્રાન્જેક્શન કરી પૈસા ઉપાડી લીધા. મીડિયા રિપોર્ટ અનુસાર આ ઘટના સિક્યોરિટી સર્વિસમાં ડાયરેક્ટરના પદ પર કામ કરતાં વ્યક્તિ સાથે બની છે. 

મળતી માહિતી મુજબ પીડિતને ઘટનાના થોડા સમય પહેલા કેટલાક બ્લેન્ક કૉલ અને મિસ્ડ કૉલ્સ આવ્યાં હતાં. વારંવાર ફોન આવવાથી તેમણે કેટલાક કૉલ્સને ઈગ્નોર કર્યા. જોકે, એમાંના કેટલાક ફોન તેમણે ઉપાડ્યા હતા પરંતુ સામેથી કોઈ પણ જવાબ આવતો નહોતો. 

થોડા સમય પછી પીડિતે તેમનો ફોન ચેક કર્યો તો મેસેજ જોઈને તે ચોંકી ગયા હતાં. મેસેજમાં લખેલું હતું કે રિયલ ટાઈન ગ્રૉસ સેટલમેંટમાંથી લગભગ 50 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યાં છે. ત્યાર બાદ પીડિતે આ અંગે કેસ ફાઈલ કર્યો છે. શરૂઆતી તપાસમાં સામે આવ્યું છે કે આ ઘટનાને જામતારાથી અંજામ આપવામાં આવ્યો છે. 

આ પણ વાંચો:ધી ગ્રેટ ડેટા રૉબરી : કેટલું વાજબી છે કે આપણે સોશ્યલ મીડિયાની ડેટા ચોરી પર બૂમબરાડા પાડીએ?

કેવી રીતે થયો OTP વિના ફ્રોડ?

આ કેસના પીડિતે કહ્યું કે તેમણે OTP શેર નહોતો કર્યો તેમ છતાં તેમની સાથે લાખોની છેતરપિંડી થઈ. આવા કૌભાંડો અવારનવાર જામતારામાં બેઠેલા ગુનેગારો કરતા હોય છે. તે યુઝર્સને નવી નવી રીતે ફંસાવતા હોય છે. આ કેસને લઈને માનવામાં આવી રહ્યું છે કે સ્કેમર્સે સિમ સ્વેપ કર્યુ હશે. 

આ પણ વાંચો:વૉટ્સઍપનો પ્રોફાઇલ ફોટો પણ હવે સેફ નથી

શું છે સિમ સ્વેપ ફ્રૉડ?

સિમ સ્વેપ યા સિમ સ્વિત ફ્રૉડમાં સ્કેમર્સ ઓથેંટિકેશનને બાયપાસ કરી પીડિતના મોબાઈ નંબરનું એક્સેસ મેળવી લે છે. જેનાથી ટારગેટ મોબાઈલ નંબર પર આવતાં કૉલ્સ અને મેસેજની માહિતી સ્કેમર્સને પણ મળે છે. 

આ પણ વાંચો: સાઇબર અટૅકનો ભોગ બનેલી સીડીએસએલની સિસ્ટમ્સ પુનઃ કાર્યરત

સિમ સ્વિચિંગ માટે ફૉડસ્ટર્સ SIM પ્રોવાઈડરને કૉન્ટેક્ટ કરી પોતાને સિમ કાર્ડના અસલી માલિક બતાવે છે. જ્યારે ફ્રોડ સિમ એક્ટિવેટ થાય છે, ત્યારે સ્કેમર્સ પીડિતાના મોબાઈલ નંબર પર કંટ્રોલ મેળવી લે છે. તેઓ તેનો ઉપયોગ કૉલ્સ અને સંદેશા પ્રાપ્ત કરવા અથવા મોકલવા માટે કરે છે.

 

 

 

 

national news cyber crime new delhi