10 March, 2023 03:31 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના ઉન્નાવ જિલ્લામાં સાવકા ભાઈ-બહેન વચ્ચેના ગેરકાયદે સંબંધોનો વિરોધ કરવા બદલ એક મહિલાની હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદ મહિલાની પુત્રી અને સાવકા પુત્ર સ્થળ પરથી ભાગી ગયા હતા, પરંતુ બાદમાં પોલીસે તેમની ધરપકડ કરી હતી. મૃતકની ઓળખ શાંતિ સિંહ તરીકે થઈ છે, જ્યારે ધરપકડ કરાયેલા આરોપીઓના નામ શિવમ અને તન્નુ ઉર્ફે પૂજા છે. પોલીસે જણાવ્યું છે કે બંનેએ મળીને માતાની હત્યાનું કાવતરું ઘડ્યું હતું.
પૂજાના લગ્ન અન્ય કોઈ સાથે નક્કી થયા બાદ બંનેએ માતાની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, શાંતિનો મૃતદેહ સદર કોતવાલી વિસ્તારના બંધુ વિહાર વિસ્તારમાં ભાડાના મકાનમાંથી મળ્યો હતો. પૂજા તેના ત્રીજા લગ્નથી થયેલી પુત્રી છે, જ્યારે શિવમ તેના બીજા પતિનો પુત્ર છે. બધા સાથે રહેતા હતા. આ દરમિયાન માતાએ બંને ભાઈ-બહેન વચ્ચેના ગેરકાયદે સંબંધોને પોતાની આંખે જોઈ લીધા હતા. ત્યારથી માતા તેનો વિરોધ કરવા લાગી અને પુત્રીના લગ્નની વાત કરવા લાગી.
આ પણ વાંચો: જાહેરમાં કિસ કરવાથી રોકતા જીમ ટ્રેનરને ઢોર માર માર્યો, ટ્રેનરનું હોસ્પિટલમાં મોત
માતાને મારીને દિલ્હી ભાગી જવાની યોજના
પોલીસે જણાવ્યું હતું કે શાંતિના ચહેરા અને ગરદન પર ઘણી વાર ચાકુ મારવામાં આવ્યા હતા. પોલીસ પ્રવક્તાએ કહ્યું કે પૂજાના મોબાઈલ કોલ ડિટેઈલના આધારે શિવમને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. શિવમના નિવેદનના આધારે પૂજાને પણ કસ્ટડીમાં લેવામાં આવી હતી. તેણે કહ્યું કે તેની માતાએ બંનેને વાંધાજનક હાલતમાં જોયા હતા અને પૂજાના લગ્ન કોઈ અન્ય સાથે નક્કી કર્યા હતા. તેથી, તેણે તેની માતાની હત્યા કરીને તેની સાથે રહેવા દિલ્હી જવાની યોજના બનાવી. જોકે, તેઓ ભાગી શકે તે પહેલા જ પોલીસ તેમની પાસે પહોંચી ગઈ હતી અને બંનેની ધરપકડ કરી હતી. પૂછપરછ બાદ બંનેએ પોતાનો ગુનો કબૂલી લીધો અને પોલીસને આખી વાત કહી.