10 April, 2023 09:40 PM IST | Patna | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
બિહાર (Bihar)ના પૂર્ણિયામાં 10 વર્ષની બાળકી પર બળાત્કાર (Rape)નો એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. પોલીસને મળેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે ઘટના બાદ આરોપીએ ક્રૂરતાની હદ વટાવી દીધી અને પીડિતાના પ્રાઈવેટ પાર્ટમાં માટી નાખી દીધી હતી. આ ઘટના જિલ્લાના ડગરુઆ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગામની છે. ઘટના બની ત્યારે યુવતી ઘરની બહાર તેના મિત્રો સાથે રમી રહી હતી. આરોપી ત્યાં આવ્યો અને બાકીની છોકરીઓને પોતપોતાના ઘરે જવાનું કહ્યું, જ્યારે બાકીની છોકરીઓ ત્યાંથી નીકળી ગઈ ત્યારે આરોપીએ આ જઘન્ય કૃત્ય કર્યું હતું.
મિત્રો સાથે રમતી છોકરી સાથે ક્રૂરતા
ઘટનાની માહિતી મળતા જ સંબંધીઓએ ડગરુઆ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી. પોલીસે જણાવ્યું કે આરોપી 10 વર્ષની બાળકીને એકાંત સ્થળે લઈ ગયો અને તેની સાથે બળાત્કાર કર્યો હતો. ત્યારબાદ તેણે પીડિતાના પ્રાઈવેટ પાર્ટમાં માટી પણ નાખી દીધી હતી. બાળકીની માતાને તેની પુત્રી ઘરે ન મળી તો તેણે તેની શોધ શરૂ કરી.
પીડિતાના પરિવારની ફરિયાદ બાદ કાર્યવાહી
પીડિતાની માતાએ અન્ય બાળકોની પૂછપરછ કરી, ત્યારે તેને જાણવા મળ્યું કે કોઈ તેની દીકરીને ઉપાડી ગયું છે. બાળકીની માતાએ ગ્રામજનોની મદદથી તરત જ યુવતીની શોધખોળ શરૂ કરી હતી. ગ્રામજનોને આવતા જોઈ આરોપી તક જોઈને ભાગી ગયો હતો. ગ્રામજનોએ પોલીસ સ્ટેશનને ઘટનાની જાણ કરી હતી.
આ પણ વાંચો: ચૂંટણી પંચે AAPને આપ્યો રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો, પવારની NCPએ ગુમાવ્યો
આરોપીની ધરપકડ, પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો
ફરિયાદ મળતા જ પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. આખરે આરોપી પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. પૂર્ણિયાના પોલીસ અધિક્ષક અમીર જાવેદે કહ્યું કે “અમે આરોપીની ધરપકડ કરી છે અને પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. અમે પીડિતાની મેડિકલ તપાસ કરાવ્યા બાદ તેને સારવાર માટે મોકલી છે. આરોપીઓ સામે ઝડપી ટ્રાયલ શરૂ કરવામાં આવશે.”