25 December, 2023 08:59 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
નવી દિલ્હી : ડબ્લ્યુએચઓ (વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન)એ સાઉથ ઈસ્ટ એશિયાના દેશોને અપીલ કરી છે કે કોરોનાના કેસ વધતાં ચાંપતી નજર રાખવી જરૂરી છે. છેલ્લા થોડા સમયમાં કોરોના વાઇરસના સબ-વેરિઅન્ટ JN.1ના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. કોરોના વાઇરસ સતત બદલાઈ રહ્યો છે અને સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહ્યો છે. ડબ્લ્યુએચઓના સાઉથ ઈસ્ટ એશિયાના રિજનલ ડિરેક્ટર ડૉ. પૂનમ ખેત્રપાલ સિંહે જણાવ્યું કે આ દેશોએ ચાંપતી નજર રાખવી જોઈએ અને ડેટા શૅર કરવાની ખાતરી આપવી જોઈએ. કોરોના વાઇરસનો સબ-વેરિઅન્ટ JN.1 ઘણા દેશોમાં જોવા મળ્યો છે, જેનો વ્યાપ સમગ્ર વિશ્વમાં સતત વધી રહ્યો છે. તેમણે કહ્યું કે જે લોકો રજાઓ માણવા માટે ટ્રાવેલિંગ કરે છે, એકઠા થાય છે અને ઘરની અંદર એકસાથે ઘણો સમય પસાર કરે છે તેમણે ધ્યાન રાખવું જરૂરી છે. જો તબિયત પર થોડી પણ અસર થાય તો ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
656
ભારતમાં ગઈ કાલે કોરોના વાઇરસના આટલા નવા કેસ સામે આવ્યા છે. ઍક્ટિવ કેસ પણ વધ્યા છે અને એનો આંકડો ૩૭૪૨ પર પહોંચ્યો છે.