17 April, 2023 11:48 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ભારતમાં કોરોનાના નવા ૧૦,૦૯૩ કેસ નોંધાયા હતા, જ્યારે ઍક્ટિવ કેસની સંખ્યા વધીને ૫૭,૫૪૨ પર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર ૨૩ મૃત્યુની સાથે આ મહામારીને કારણે અત્યાર સુધી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધીને ૫,૩૧,૧૧૪ થઈ છે. દિલ્હીમાં પાંચ જણનાં મૃત્યુ થયાં હતાં, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ત્રણ-ત્રણ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં બબ્બે, કેરલામાં ચાર; જ્યારે હરિયાણા, ઓડિશા, તામિલનાડુ અને ઉત્તરાખંડમાં એક-એક દરદીનાં મૃત્યુ થયાં હતાં.