29 December, 2022 05:15 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
કોવિડ મહામારીની (Covid-19) નવી લહેરની શક્યતાને જોતા કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે એક જાન્યુઆરીથી ચીન સહિતના આ દેશોમાંથી આવનારા પ્રવાસીઓ માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત કરી દીધો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ મંડાવિયાએ ગુરુવારે આ નિર્ણયની માહિતી આપી. તેમણે કહ્યું કે ચીન, હૉંગકૉંગ, જાપાન, દક્ષિણ કોરિયા, સિંગાપુર અને થાઈલેન્ડથી ભારત આવનારા પ્રવાસીઓને એક જાન્યુઆરીથી નેગેટિવ કોવિડ ટેસ્ટ રિપૉર્ટ આપવો ફરજિયાત હશે.
મંડાવિયાએ કહ્યું કે આ જગ્યાએથી આવનારા પ્રવાસીઓએ ફ્લાઈટમાં જતા પહેલા ઍર સુવિધા પોર્ટલ પર આરટી-પીસીઆર ટેસ્ટનો નેગેટિવ કોવિડ રિપૉર્ટ અપલોડ કરવાનો રહેશે. તેમણે કહ્યું કે પ્રવાસ દરમિયાન 72 કલાકની અંદર કોવિડ ટેસ્ટ કરાવવાનો રહેશે. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે હાલ ભારત આવનારા બધા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે ઍરપૉર્ટ રેન્ડમ ટેસ્ટિંગ કરાવવામાં આવી છે, પણ પ્રવાસીઓએ ફ્લાઈટમાં જતા પહેલા જ આરટી-પીસીઆર રિપૉર્ટ જમા કરાવવાની જરૂર છે.
નોંધનીય છે કે ભારત સરકારે કેટલાક દેશોમાં કોરોના વાયરસના કેસમાં ઉછાળા બાદ અલર્ટ જાહેર કર્યો છે અને કોવિડ દિશા-નિર્દેશોને કડક કરી દેવામાં આવ્યા છે. સાથે જ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કોઈપણ સ્થિતિ માટે તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે.
24 કલાકમાં કોરોના સંક્રમણના 268 નવા કેસ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ગુરુવારે જાહેર કરવામાં આવેલ તાજેતરના આંકડાઓ પ્રમાણે, 254 કલાકમાં ભારતમાં કોરોના સંક્રમણના 268 નવા કેસ નોંધવામાં આવ્યા છે, જેના પછી સક્રીય કેસ વધીને 3552 થઈ ગયા છે. મંત્રાલયે કહ્યું કે દેશમાં કોરોનાનો દૈનિક સંક્રમણ દર 0.11 ટકા નોંધવામાં આવ્યો છે.
આ પણ વાંચો : ભારત માટે આગામી ૪૦ દિવસ મહત્ત્વના, જાન્યુઆરીમાં કોરોનાના કેસ વધી શકે
જાન્યુઆરીમાં વધી શકે છે કોવિડના કેસ
સ્વાસ્થ્ય વિશેષજ્ઞોએ ચેતવણી આપી છે કે ભારત માટે આગામી 40 દિવસ મહત્વપૂર્ણ થવાના છે, કારણકે જાન્યુઆરીમાં કોવિડના કેસમાં ઉછાલો જોવા મળી શકે છે. એક અધિકારીએ કહ્યું કે આ પ્રવૃત્તિ છે પૂર્વી એશિયામાં દેખા દેવાના લગભગ 30-35 દિવસ બાદ કોવિડ મહામારીની નવી લહેર ભારતમાં આવી શકે છે. સૂત્રોએ જણાવ્યું કે જો કોવિડ મહામારીની નવી લહેર આવે પણ છે, તો મૃત્યુ અને હૉસ્પિટલમાં દાખલ થવાનો દર ખૂબ જ ઓછો હશે.