માત્ર ચીન જ નહીં, આ 4 દેશોમાં પણ વધી રહી છે કોરોનાની ગતિ, ભારત સરકાર પણ અલર્ટ

24 December, 2022 08:59 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

કોવિડ-19 રિસ્પોન્સ ટીમમાં એપિડેમિયોલોજિસ્ટ મારિયા વાન કેરખોવના જણાવ્યાનુસાર, વિશ્વભરમાં દર અઠવાડિયે 8 હજારથી 10 હજાર લોકો કોરોના થકી મૃત્યુ પામી રહ્યા છે.

પ્રતીકાત્મક તસવીર

ચીનમાં (China) કોરોનાના (Corona) સતત વધી રહેલા કેસોને કારણે સ્થિતિ બેકાબૂ છે. પરંતુ, એવું નથી કે માત્ર ચીનમાં જ કોરોનાના કેસ વધી રહ્યા છે. દક્ષિણ કોરિયા, જાપાન, અમેરિકા અને બ્રાઝિલમાં પણ કોરોનાએ જોર પકડ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ની કોવિડ-19 રિસ્પોન્સ ટીમમાં એપિડેમિયોલોજિસ્ટ મારિયા વાન કેરખોવના જણાવ્યાનુસાર, વિશ્વભરમાં દર અઠવાડિયે 8 હજારથી 10 હજાર લોકો કોરોના થકી મૃત્યુ પામી રહ્યા છે.

વિશ્વભરમાં કોરોનાના કેસોમાં વધારાને કારણે રોગચાળાનું જોખમ વધી રહ્યું છે. તેને જોતા ભારત સરકાર પણ સતર્ક થઈ ગઈ છે. ભારત સરકારે તમામ રાજ્યોને જીનોમ સિક્વન્સિંગ પર ધ્યાન આપવા જણાવ્યું છે.

ચીનમાં હાહાકાર
કોરોના પ્રોટોકોલના ભારે વિરોધ બાદ ચીનની સરકારે ક્વોરેન્ટાઈન અને આઈસોલેશન પ્રોટોકોલ સહિતના કડક નિયંત્રણો હટાવ્યા છે. પ્રતિબંધ હટાવ્યા બાદ ચીનમાં કોરોના બેકાબૂ બન્યો હતો. ત્યાં સ્થિતિ એવી છે કે હોસ્પિટલો દર્દીઓથી ભરેલી છે અને બહાર દર્દીઓની લાંબી લાઇનો છે. અહેવાલો અનુસાર, Omicronનું સબ-વેરિયન્ટ BF.7 ચીનમાં પાયમાલ મચાવી રહ્યું છે.

જાપાનમાં પણ કોરોનાએ પકડી ગતિ
સરકારી ડેટા પ્રમાણે, બુધવારે જાપાનમાં બે લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય અધિકારીઓએ જણાવ્યું કે 25 ઓગસ્ટ પછી આ પહેલીવાર છે જ્યારે એક દિવસમાં બે લાખથી વધુ કેસ સામે આવ્યા છે.

જાપાની ન્યૂઝ એજન્સી સિન્હુઆના અહેવાલ મુજબ, એક અઠવાડિયા પહેલાના આ જ દિવસની તુલનામાં બુધવારે લગભગ 16 હજાર વધુ નવા કેસ નોંધાયા છે.

આ પણ વાંચો : `BJPએ મારી છબિ બગાડવા હજારો કરોડ ખર્ચ્યા છે` લાલકિલ્લા પરથી બોલ્યા રાહુલ ગાંધી

જાપાનના આરોગ્ય મંત્રાલય પ્રમાણે, બુધવારે રાજધાની ટોક્યોમાં કોરોનાના 21,186 નવા કેસ નોંધાયા છે. છેલ્લા બે દિવસથી ટોક્યોમાં કોરોનાના 20,000 થી વધુ નવા કેસ સતત સામે આવી રહ્યા છે. બુધવારે રાજધાનીમાં કોરોનાથી 20 લોકોના મોત થયા હતા.

જાપાનમાં પણ કોવિડ પ્રતિબંધો હટાવ્યા બાદ કેસ વધવા લાગ્યા છે. જાપાને પર્યટનને ફરીથી શરૂ કરવા માટે ઓક્ટોબરમાં COVID-19 પ્રતિબંધો હટાવ્યા હતા. ન્યૂઝ એજન્સી CNA અનુસાર નવેમ્બર મહિનામાં લગભગ 10 લાખ પ્રવાસીઓ જાપાન આવ્યા છે.

આ પણ વાંચો : કોરોનાના જોખમ વચ્ચે સરકારનો નિર્ણય, આ દેશોના યાત્રીઓ માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત

દક્ષિણ કોરિયામાં રેકૉર્ડ કેસ
સમચાર એજન્સીYonhap પ્રમાણે, વધતી ઠંડી વચ્ચે દક્ષિણ કોરિયામાં ગુરુવારે રેકોર્ડ 75,000 થી વધુ નવા કેસ નોંધાયા છે. જે ગત સપ્તાહની સરખામણીએ લગભગ 5600 વધુ છે.

સમાચાર એજન્સીએ કોરિયા ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન એજન્સી (KDCA)ને ટાંકીને કહ્યું છે કે દેશમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. KDCA અનુસાર, છમાંથી એક વ્યક્તિને કોવિડ-19થી ફરીથી ચેપ લાગ્યો છે.

અમેરિકામાં અત્યાર સુધી 10 લાખથી વધારે લોકોના મોત
બિઝનેસ ઈનસાઈડર પ્રમાણે, છેલ્લા 28 દિવસમાં અમેરિકામાં રેકૉર્ડ 15,89,284 કેસ નોંધવામાં આવ્યા છે. હૉપકિંગ યૂનિવર્સિટીએ જણાવ્યું કે અમેરિકામાં કોવિડ-19ના અત્યાર સુધી 10 કરોડથી વધારે કેસ થઈ ગયા છે. જ્યારે કોરોનાને કારણે અમેરિકામાં અત્યાર સુધી 10 લાખ 88 હજારથી વધારે લોકોના મોત થઈ ચૂક્યા છે.

આ પણ વાંચો : Coronavirus: મુંબઈ એરપોર્ટ પર યાત્રીઓની થશે તપાસ, જાણી લો આ મહત્વનો નિર્ણય

બ્રિટેનની હૉસ્પિટલમાં ભીડ
બ્રિટેનમાં ગુરુવારે 46,042 નવા કોવિડ-19ના કેસ નોંધવામાં આવ્યા છે. જ્યારે અઠવાડિક ટકાવારી 6,577 છે. બ્રિટેનની સ્વાસ્થ્ય સુરક્ષા એજન્સી (UKHSA) પ્રમાણે, 12 ડિસેમ્બર પછી હૉસ્પિટલમાં કોવિડ દર્દીઓની સંખ્યામાં ભારે વધારો થતો જોવા મળ્યો છે.

ભારત સરકારે જાહેર કરી એડવાઇઝરી
વિશ્વમાં કોવિડના પ્રકોપને જોતા ભારત સરકારે પણ એડવાઈઝરી જાહેર કરી છે. સ્વાસ્થ્ય સચિવ રાજીવ ભૂષણે બધા રાજ્યોને નિર્દેશ આપતા જીનોમ સીક્વિન્સિંગ પર જોર આપવા માટે કહ્યું છે. કેન્દ્ર સરકારે કોવિડ પ્રૉટોકૉલનું પાલન કરવાની સલાહ આપી છે.

આ પણ વાંચો : પહેલા બે ડોઝ કોવિશીલ્ડના લીધા છે તો બૂસ્ટર કોવૅક્સિનનો લઈ શકાય?

પીએમ મોદીની મહત્વપૂર્ણ બેઠક
કોરોનાને ધ્યાનમાં રાખતા ભારત સરકારની બે મહત્વપૂર્ણ બેઠક થઈ ચૂકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે કોરોના મામલે બેઠક કરી છે. તો, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ શુક્રવારે દેશના બધા સ્વાસ્થ્ય મંત્રી અને ઑફિસરો સાથે બેઠક કરી છે. ભારત સરકારે વિદેશમાંથી આવતા પ્રવાસીઓના ઍરપૉર્ટ પર જ કોવિડ ટેસ્ટિંગ અને સ્ક્રીનિંગના આદેશ આપ્યા છે.

national news coronavirus covid19 covid vaccine china japan india south korea united states of america great britain