Corona: કોરોનાના ભયાનક આંકડા, 21 હજારથી વધુ એક્ટિવ કેસ, મહારાષ્ટ્રમાં એકનું મોત 

04 April, 2023 04:01 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ (Coroan Case in India)માં વધારો થયો છે. દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 21 હજારથી વધુ થઈ ગઈ છે. એટલે કે હવે દેશમાં 21,179 દર્દીઓ સારવાર હેઠળ છે.

દેશમાં 21 હજારથી વધુ એક્ટિવ કેસ

દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ (Coroan Case in India)માં વધારો થયો છે. આ આંકડાઓ ભયાનક છે. સતત ત્રીજા દિવસે 24 કલાકમાં ત્રણ હજારથી વધુ સંક્રમિત કેસો મળી આવ્યા છે. આંકડાઓ પર નજર કરીએ તો સોમવારે કુલ એક લાખ 64 હજાર 740 લોકોની તપાસ કરવામાં આવી હતી. તેમાંથી 3,038 લોકો સંક્રમિત જોવા મળ્યા છે. આ સાથે દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 21 હજારથી વધુ થઈ ગઈ છે. એટલે કે હવે દેશમાં 21,179 દર્દીઓ સારવાર હેઠળ છે. તેઓ કાં તો હોસ્પિટલમાં દાખલ છે અથવા ઘરે રહીને તેમની સારવાર કરાવી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે આ આંકડા જાહેર કર્યા છે.

24 કલાકમાં સાત લોકોએ જીવ ગુમાવ્યા છે

છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણને કારણે નવ લોકોના મોત થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર પંજાબ, દિલ્હી અને કેરળમાં બે-બે લોકોના મોત થયા છે. આ સિવાય જમ્મુ કાશ્મીર, મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડમાં એક-એક સંક્રમિત વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે, ચેપને કારણે મૃત્યુઆંક વધીને 5 લાખ 30 હજાર 901 થઈ ગયો છે.

આ પણ વાંચો: કિટ જ નથી તો કોરોનાની ટેસ્ટિંગ કઈ રીતે થશે?

કોરોના સંબંધિત અન્ય આંકડા

નોંધ આ આંકડા સ્વાસ્થ્ય મંત્રાલયમાંથી લેવામાં આવ્યા છે

national news coronavirus covid19 maharashtra