26 August, 2019 08:05 PM IST | Mumbai
વડતાલ મંદિર
Mumbai : સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યશ્રી વચ્ચે ચાલી રહેલા વિવાદનો અંત થયાનું ચર્ચાઇ રહ્યું છે. આ મામલે પૂ. જ્ઞાનજીવન સ્વામી કુંડલ અને પૂ. નિત્ય સ્વરૂપ સ્વામીના વિડીયો પણ વાયરલ થયો છે. વડતાલ આચાર્યની ગાદીને લઈને 16 વર્ષથી ચાલતા વિવાદના અંતનો વીડિયો બન્ને પક્ષનો વાઇરલ થયો છે. વડતાલ હાલના દેવ પક્ષના આચાર્ય રાકેશપ્રસાદ અને આચાર્ય પક્ષના અજેન્દ્ર પ્રસાદ વચ્ચે વિવાદ ચાલતો હતો.2 દિવસથી આ બન્ને વચ્ચે ચાલતો વિવાદનો અંત આવ્યો તેવો વીડિઓ વાઇરલ થતા હરિ ભકતોમાં ખુશી જોવા મળે છે.
16 વર્ષથી ગાદીને લઇને ચાલી રહ્યો છે વિવાદ
વડતાલ સ્વામિનારાયણનું ગાદી સ્થાન ભગવાન સ્વામિનારાયણ ગણાય છે. તેમણે પોતાની હાજરીમાં 2 ગાદી સ્થાપી હતી. એક અમદાવાદ અને બીજી વડતાલ. આ ગાદી પર ધર્મકુળ નાજ વંશ વારસોજ આ ગાદી પર બેસી શકે તેવું બંધારણ રચાયું હતું. આ પ્રમાણે આ પરંપરા ચાલી આવે છે. 16 વરસ પહેલાં આચાર્ય તરીકે અજેન્દ્ર પ્રસાદ બિરાજમાન હતા અને સંતો વચ્ચે વહીવટી બાબતે વાંધો ઉભો થતા અજેન્દ્ર પ્રસાદને પદ ભ્રષ્ટ કરીને હાલના આચાર્ય રાકેશ પ્રસાદને બિરાજમાન કર્યા હતા.
આ પણ જુઓ : રાજકોટઃ સ્વામિનારાયણ ગુરુકુળમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે થઈ ખાસ પૂજા અર્ચના
સમાધાન માટે વડીલ સંતોએ જહેમત ઉઠાવી
આમ હવે, અજેન્દ્ર પ્રસાદ 12 વર્ષ સુધી ભુર્ગભમાં રહ્યા બાદ કોર્ટમાં રજૂ થયા બાદ સંપ્રદાયમાં બે ફાંટા પડ્યા હતા અને વિવાદો વધતા ગયા હતા. છેલ્લા ઘણા સમયથી આ કોકડું ગૂંચવાઈ રહ્યું હતું અને આ સમાધાન કરવા વડીલ સંતોએ જહેમત ઉઠાવી હતી અને આખરે આ સમાધાન થયા નો વીડિયો વાઇરલ થયો હતો.