નીતીશની કમેન્ટ પર ખુરશીદે કહ્યું, ‘પહેલાં આઇ લવ યુ કોણ કહેશે?’

19 February, 2023 07:24 AM IST  |  Patna | Gujarati Mid-day Correspondent

નીતીશ કુમારે જણાવ્યું હતું કે કૉન્ગ્રેસે ઝડપી નિર્ણય લેવો જોઈએ અને સાથે મળીને લડવું જોઈએ

નીતીશ કુમાર

૨૦૨૪ની લોકસભાની ચૂંટણી પહેલાં તમામ વિપક્ષોને સાથે લાવવા માટેનો મંચ ગઈ કાલે પટનામાં સીપીઆઇ (એમએલ)ના સંમેલનમાં તૈયાર કરવાની કોશિશ થઈ હતી. બિહારના મુખ્ય પ્રધાન અને જેડી (યુ)ના વડા નીતીશ કુમારે જણાવ્યું હતું કે કૉન્ગ્રેસે ઝડપી નિર્ણય લેવો જોઈએ અને સાથે મળીને લડવું જોઈએ. નીતીશ કુમારે કહ્યું હતું કે ‘જો તેઓ મારું સજેશન લે અને સાથે લડે તો તેમની (બીજેપીની) સીટ્સ ૧૦૦થી પણ ઓછી થઈ જશે, પરંતુ જો મારું સજેશન નહીં લેવામાં આવે તો તમે જાણો છો કે શું થશે. વિપક્ષોની એકતા માટે પ્રયાસો ચાલી રહ્યા છે.’ નીતીશ કુમારે વધુ એક વખત પીએમની ખુરશી માટેની તેમની મહત્ત્વાકાંક્ષા હોવાનું ફગાવ્યું હતું. કૉન્ગ્રેસ તરફથી સિનિયર લીડર સલમાન ખુરશીદ હાજર હતા. તેમણે કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસ દ્વારા પણ એવાં જ સેન્ટિમેન્ટ્સ રજૂ કરવામાં આવ્યાં છે. જોકે સૌથી પહેલાં આઇ લવ યુ કોણે કહેવું જોઈએ એ નક્કી કરવા માટે સમય લેતા લવર્સ જેવી આ સિચુએશન છે. ક્યારેક એમ બને છે કે અનુભવ વિનાનો પ્રેમી પહેલું પગલું ઉપાડતા ખચકાટ અનુભવે છે.’

national news bihar nitish kumar salman khurshid