13 December, 2022 03:11 PM IST | Madhya Pradesh | Gujarati Mid-day Online Correspondent
વડા પ્રધાન મોદી
`પીએમ મોદીની હત્યા માટે તત્પર રહો` વાળા કૉંગ્રેસ નેતા (Congress Leader)રાજા પટેરિયા(Raja Pateria)ના નિવેદન પર ભારે હોબાળો મચ્યો છે. તેમના આ વિવાદિત નિવેદનને લીધે તેમને ઘેરવામાં આવી રહ્યાં છે. મુદ્દો એટલો વકર્યો છે કે મધ્યપ્રદેશ પોલીસ (Madhya Pradehs Police)એ રાજા પટોરિયાની ધરપકડ કરી લીધી છે. ત્યારે હવે ગૃહપ્રધાન નરોત્તમ મિશ્રાએ કહ્યું કે પટેરિયા વિરુદ્ધ સખ્ત કાર્યવાહી થવી જોઈએ. તેમના વિરુદ્ધ એવી કલમો લગાવવામાં આવે જેમાં તેમની ઉમ્રકેદથી લઈ ફાંસી સજા ભોગવવી પડે.
નરોત્તમ મિશ્રાએ ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું હતું, " તે વારંવાર આવું કરે છે. આવા કૃત્ય દ્વારા લોકોને ભડકાવવાને લઈ કલમ 155 અને 117 હેઠળ આજીવન કારાવાસ અને ફાંસીની સજા સુધીનો કાયદો છે. આ કલમોને લગાવવામાં આવે." મધ્યપ્રદેશના પૂવ મંત્રી અને કૉંગ્રેસ નેતા રાજા પટેરિયાની પન્ના પોલીસે સવારે ધરપકડ કરી લીધી છે.
આ પણ વાંચો:કોંગ્રેસ નેતાની લપસી જીત, કહ્યું-`પીએમ મોદીની હત્યા માટે તત્પર રહો`
હટાથી ધારાસભ્ય રહી ચુકેલા રાજા પટેરિયા(Raja Pateria)નો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તે વડાપ્રધાન મોદી(PM Modi)ની હત્યાની વાત કરતાં જોવા મળે છે. આ વીડિયો બાદ ભાજપ (BJP)નેતાઓની તીખી પ્રતિક્રિયા આવી છે અને મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ તથા ગૃહપ્રધાન નરોત્તમ મિશ્રાએ તેમના વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવા કહ્યું છે. ગત રોજ એટલે કે સોમવારે પવઈ પોલીસ સ્ટેશનમાં પટેરિયા વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:જન્મદિવસના બીજા જ દિવસે NCP પ્રમુખ શરદ પવારને જાનથી મારી નાખવાની ધમકી, પોલીસે હાથ ધરી તપાસ
પટેરિયાનો આ વીડિયો એક -બે દિવસ જુનો છે. જેમાં તે કેટલાક લોકોને સંબોધિત કરી રહ્યાં છે. તે કહે છે કે પીએમ મોદીની હત્યા માટે તત્પર રહો. જોકે, આ મામલે તેમણે પણ એક વીડિયો માધ્યમથી પોતાની સ્પષ્ટતા આપી છે. તેમણે કહ્યું મારો મતલબ પીએમ મોદીને હરાવવાનો હતો. મારા નિવેદનને તોડીને રજૂ કરવામાં આવ્યું છે.