24 December, 2022 08:17 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં કમલ હાસન પણ તેમની સાથે આજે જોડાયા.
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીના (Congress Leader Rahul Gandhi) નેતૃત્વમાં ચાલતી ભારત જોડો યાત્રા શનિવારે રાજધાની દિલ્હીમાં પહોંચી છે. આજે યાત્રાએ બદરપુર બૉર્ડરથી સવારે દિલ્હીમાં પ્રવેશ કર્યો છે. આ યાત્રામાં કૉંગ્રેસના પૂર્વાધ્યક્ષ સોનિયા ગાંધી, બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા અને રૉબર્ટ વાડ્રા પણ સામેલ થયા છે. રાહુલે સવારે રામ દરબારના દર્શન કર્યા તો બપોરે હજરત નિઝામુદ્દીનની દરગાહ પર માથું ટેક્યું અને પ્રાર્થના કરી. રાહુલ ગાંધીનું શક્તિ પ્રદર્શન જોવા માટે મોટી સંખ્યામાં ભીડ જોવા મળી છે. યાત્રા મથુરા રોડ, ઈન્ડિયા ગેટ અને આઈટીઓથી થતા લાલકિલ્લાએ પહોંચી. રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રામાં સામેલ થવા માટે વિપક્ષી દળોને પણ નોતરું આપ્યું છે.
રાહુલ ગાંધીના આજના કાર્યક્રમમાં ફેરફાર થઈ ગયો છે. રાહુલ ગાંધી રાજઘાટ સહિત અન્ય સમાધિઓ પર ફૂલ ચડાવવા નથી જઈ રહ્યા. કારણકે સાંજની પદયાત્રામાં ભીડ વધવાને કારણે સમય વધારે લાગી ગયો, એટલે મોડું થઈ ગયું. હવે રાહુલ ગાંધી કાલે એટલે કે 25 ડિસેમ્બરના સવારે સમાધિઓ પર શ્રદ્ધાંજલિ આપવા જશે.
રાહુલ કાલે વીર ભૂમિ (રાજીવ ગાંધી), શક્તિ સ્થળ (ઈન્દિરા ગાંધી), શાંતિ વન (પંડિત જવાહર લાલ નેહરૂ), વિજય ઘાટ (લાલ બહાદૂર શાસ્ત્રી), રાષ્ટ્રીય સ્મૃતિ સ્થળ (અટલ બિહારી વાજપેઈ), રાજઘાટ (મહાત્મા ગાંધી) પર શ્રદ્ધાંજલિ અર્પશે.
રાહુલ ગાંધીએ કહ્યું કે અમારે શર્ટ અને સેલફોન, બૂટની નીચે મેડ ઈન ઈન્ડિયા લખવું છે. અમને તે દિવસ જોવો છે, જ્યારે કોઈ ચીનમાં જઈને જુએ કે મેડ ઈન નવી દિલ્હી ઈન્ડિયા. આ અમે કરી બતાવશું. આ દેશ આનાથી પૂરો થઈ શકે છે. રાહુલે લોકોને ફ્લાઇંગ કિસ આપી. અમે નફરતની બજારમાં પ્રેમની દુકાન ખોલીશું.
ભારત જોડો યાત્રામાં કોઈ નફરત નહોતી. ન કોઈ હિંસા હતી. ક્યારેક કોઈ પડી જાય, તો એક સેકેન્ડમાં ઉઠાવી લેતા હતા. જેમ કે હરિયાણાના પીસીસી ચીફ પડ્યા તો તેમને એક સેકેન્ડમાં ઉઠાવી લેવામાં આવ્યા.
ભારતના વડાપ્રધાન પર લગામ લાગેલી છે. તેમની ભૂલ નથી. તે સંભાળી શકતા નથી. તેમને કન્ટ્રોલ કરી લેવામાં આવ્યા છે. બધા પબ્લિક સેક્ટર પણ તેમના છે. ઍરપૉર્ટ, પૉર્ટ, એગ્રીકલ્ચર, લાલ કિલ્લો પણ તેમનો છે. તાજમહેલ પણ ચાલ્યો જશે. આ દેશની હકિકત છે. હાઈવે અને સેલફોન પણ તેમના છે. પણ, હકિકત અમારી છે.
આ પણ વાંચો : "રાહુલ ગાંધીની યાત્રા અટકાવવા માટે Covid વાયરસ લાવી છે કેન્દ્ર સરકાર"- ટીમ ઉદ્ધવ
જ્યારે રાજકારણમાં આવ્યો 2004માં, અમારી સરકાર હતી. આ પ્રેસવાળા પ્રશંસા કરતા હતા. 24 કલાક રાહુલ ગાંધી કામ કરતા હતા. પછી હું ચાલ્યો ગયો ભટ્ટા પરસોલ. ત્યાં ખેડૂતોની જમીનનો મામલો છેડી દીધો. ત્યાર બાદ પાછળ ખસી ગયા. જમીન અધિગ્રહણ બિલ આવ્યો. 24 કલાક પાછળ પડી ગયા.
પીએમ અને બીજેપીએ હજારો કરોડ રૂપિયા ખર્ચ કરી દીધા મારી છબિ ખરાબ કરવા માટે. પણ હું એક શબ્દ પણ બોલ્યો નહીં. ન તો કોઈ સ્પષ્ટતા આપી. એકદમ ચૂપ રહ્યો. મેં વિચાર્યું કે ચાલો જોઉં કેટલો દમ છે. વૉટ્સએપ, ફેસબૂક પર ચલાવ્યું, આખા દેશમાં દુષ્પ્રચાર કર્યો. હવે એક મહિનામાં મેં હકિકત બતાવી. બધું પૂરું. હકિકત છુપાવી શકાય નહીં. ક્યાંક ને ક્યાંકથી હકિકત બહાર આવી જાય છે. નફરત અને ડરથી આ સુંદર દેશને નુકસાન થઈ રહ્યું છે. આ હકિકત છે. આથી અમે આ યાત્રા કન્યાકુમારીથી લઈને કશ્મીર સુધી કરી છે. તિરંગો અમે હવે શ્રીનગરમાં લહેરાવશું.
આ પણ વાંચો : કોરોનાની ગાઇડલાઇન્સનો અમલ કરો અથવા ભારત જોડો યાત્રા સ્થગિત કરો
બીજેપીવાળા હિંદુ ધર્મની વાત કરે છે. હું પૂછવા માગું છું હિંદુ ધર્મમાં ક્યાં લખ્યું છે ગરીબ અને નબળાં લોકોને મારવું જોઈએ. હિંદૂ ધર્મ કરે છે કે ડરવું નહીં. આ લોકો આખા દેશમાં 24 કલાક ડર ફેલાવવાની વાત કરે છે.
રાહુલે કહ્યું કે પ્રેસવાળાએ મને પૂછ્યું કે તમને ઠંડી નથી લાગતી. મેં કહ્યું કે આ હિંદુસ્તાનના ખેડૂત, મજૂર અને ગરીબોને કેમ નથી પૂછતા. હું 2800 કિલોમીટર ચાલ્યો છું... આ કોઈ મોટી વાત નથી. આ મોટું કામ નથી. આખું ભારત ચાલે છે. ખેડૂત, મજૂર આખા જીવનમાં 10 હજાર કિલોમીટર જેટલું ચાલી લે છે.
રાહુલે કહ્યું કે મેં યુવાનો સાથે વાત કરી તો તેમણે કહ્યું કે હું ઈન્જીનિયર, ડૉક્ટર, આઇએએસ બનવા માગું છું. પણ આજે શું કરો છો? ભજીયા બનાવું છું. દેશમાં બેરોજગારી કેમ આવી? આ દેશને રોજગાર માત્ર સ્મૉલ બિઝનેસમેન અને ખેડૂત જ આપી શકે છે. આ લોકો દેશને રોજગાર આપે છે. આ 24 કલાક લાગી રહે છે. બેન્કના દરવાજા બંધ છે. જ્યારે બે ચાર કરોડપતિઓને આમ જ પૈસા આપી દેવામાં આવે છે. રાહુલો નોટબંધીને ખેડૂતો અને નાના વેપારીઓને મારવા માટેનો હથિયાર જણાવ્યો છે.
આ પણ વાંચો : ભારત જોડો યાત્રા પર નિકળેલા રાહુલ ગાંધીની ફટકી, જુઓ વીડિયો
રાહુલ ગાંધીએ કહ્યું કે નરેન્દ્ર મોદીની સરકાર નથી. આ અંબાણી અને અદાણીની સરકાર છે. આમનું ધ્યાન અહીંથી ત્યાં કરવાનું છે. હું 2800 કિમી ચાલ્યો છું.મને ક્યાંય મારપીટ અને હિંસા નથી દેખાઈ.
રાહુલ ગાંધીએ પોતાના ભાષણની શરૂઆત નફરતને લઈને કરી. રાહુલે કહ્યું કે જ્યારે મેં ચાલવાની શરૂઆત નહોતી કરી તો લાગતું હતું કે દેશમાં નફરત છે. પણ આ હકિકત નથી. આખા દેશમાં એકતા છે. આજે દેશમાંથી નફરત ખતમ કરવાની જરૂર છે. 90 ટકા લોકો એકબીજાને પ્રેમ કરે છે. રાહુલે લાલ કિલ્લાની નજીકના મંદિર, મસ્જિદ અને ગુરુદ્વારાના ઉદાહરણ આપ્યા છે.
કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લ્કિાર્જુન ખડગેએ કહ્યું કે કાશ્મીરમાં તિરંગો લહેરાવીને યાત્રા પૂરી થશે. ત્યાર બાદ હાથ સે હાથ જોડો કાર્યક્રમ શરૂ થશે. ધર્મના નામે સમાજને ખતમ કરવામાં આવે છે. બોલવાની આઝાદી છીનવાઈ રહી છે. સારી વિચારધારાના લોકોને ડરાવવા ધમકાવવામાં આવી રહ્યા છે. ભારત જોડો યાત્રા જોઈને બીજેપી સરકાર ડરી ગઈ છે અને કોરોનાનું બહાનું બનાવી રહી છે. પણ, પીએમએ સ્વાસ્થ્ય મંત્રીને કહ્યું કે દેશમાં કોરોના વધી રહ્યો છે. આનો પ્રચાર કરો. આથી પીએમ માસ્ક લગાડીને સંસદ પહોંચ્યા. જ્યારે એક લગ્નમાં માસ્ક પહેરવામાં આવ્યા નહોતા. આ માત્ર ડરાવવા માટે છે. લોકોમાં ડર પેદા કરીને યાત્રાને તોડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. અમે આગળ વધતા રહેશું. અમે ડરવાના નથી. અમે મુશ્કેલીઓથી નહીં ડરીએ. આ રાજનૈતિક યાત્રા નથી. દેશમાં મોંધવારી, બેરોજગારી અને ચીની હુમલા વિરુદ્ધ અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે. અમે સંસદમાં બેરોજગારી અને મોંઘવારી પર બોલવાનો પ્રયત્ન કર્યો, પણ આ સરકાર બોલવા નથી દેતી. ન વાત સાંભળે છે અને ન ચર્ચા માટે તૈયાર હોય છે.
આ પણ વાંચો : કોરોનાને ફાઇટ આપવા કેન્દ્ર સરકારે બનાવી સ્ટ્રૅટેજી
ખડગેએ કહ્યું કે હું પૂછવા માગું છું કે મોદીજી ચર્ચાથી કેમ ભાગે છે અને શું છુપાવી રહ્યા છે.
કમલ હાસને કહ્યું કે ભારતના દીકરા તરીકે યાત્રામાં સામેલ થવા આવ્યો છું. પાર્ટી કોઈપણ હોય. વિચાર અલગ હોઈ શકે છે. દેશ બધા માટે એક છે.
ટ્રાફિક પોલીસે જાહેર કરી હતી એડવાઈઝરી
રાહુલ ગાંધીની યાત્રામાં મોટી સંખ્યામાં પગપાળા યાત્રીઓ અને વાહનોના સામેલ થવાની આશા હતી. ભારત જોડો યાત્રામાં ભીડને જોતા ટ્રાફિક પોલીસે એડવાઈઝરી જાહેર કરી છે. ટ્રાફિક પોલીસે પ્રવાસીઓને અપીલ કરી કે જો શક્ય હોય તો પ્રભાવિત રસ્તાઓ પરથી પ્રવાસ કરવાનું ટાળવું જોઈએ. જેથી આવવા જવામાં કોઈ મુશ્કેલી ન થાય, આ માટે સાર્વજનિક પરિવહનનો શક્ય તેટલો વધુ ઉપયોગ કરવો.